________________
૧૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૩) વારંવાર થયેલા પાઠની આવૃતિ કરવી તે પુનરાવર્તન સ્વાધ્યાય.
(૪) શાના અર્થનું ચિંતન કરવું તે અનુપ્રેક્ષા સ્વાધ્યાય
(૫) ધર્મની કથા કરવી તે ધર્મકથા સ્વાધ્યાય છે. ધ્યાન આત્યંતર તપઃ
આત્યંતર તપને આ છેલ્લે ભેદ છે. મન, બુદ્ધિ યદિ અશુદ્ધ કે અશુભ રહ્યાં તે જીવનમાં દુર્ગાના (આર્તધ્યાન અને રૌદ્રધ્યાન) અને તે યદિ પવિત્ર ભાવનાઓથી ભાવિત, તપ ત્યાગથી પરિપૂત, નિષ્કષાય, નિઃશલ્ય રહ્યા તે આત્મા સદ્ધ્યાન(ધર્મ અને શુકલ)ને માલીક બનશે. આ કારણે ધ્યાનના ચાર ભેદ છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન, (૪) શુકલધ્યાન. હવે આ ચારે ધ્યાનને ક્રમશઃ વિસ્તારથી જાણી લઈએ, જે અત્યંત ઉપાદેય વિષય છે.
આર્તધ્યાન:-આના નીચે પ્રમાણે ચાર ભેદ છે.
(૧) પૂર્વભવના પુણ્યકર્મો ઓછા હોય ત્યારે માનવ માત્રને અણગમતા શબ્દો ગધે-ર અને સ્પર્શેની પ્રાપ્તિ થતાં માનવના મનમાં અકળામણ થાય છે, મૂંઝવણ થાય છે. ત્યારે તેમાંથી છુટકારો મેળવવાને માટે તેઓ ગમે તેવા પ્રયત્ન મનથી-વચનથી અને કાયાથી કરે છે, તે આર્તધ્યાન છે. કેમકે અણગમતા પદાર્થોની હાજરીમાં પૂર્વભવનું પાપકર્મ કામ કરી રહ્યું છે અને જ્યાં સુધી તે કર્મોનું જોર છે ત્યાં સુધી ગમે તેવા ધમપછાડા કરીએ તે પણ તેનાથી મુક્ત થવાતું નથી.
(૨) કદાચ પુણ્ય કર્મો સારા હોય અને મનગમતા શબ્દ, ગંધ, રસ અને સ્પર્શેની પ્રાપ્તિ થઈ જાય ત્યારે