________________
સતક ર૫મુંઃ ઉદ્દેશક-૭
૧૭૯ ભાવ શુદ્ધ બનશે તથા એકાદ ભારે કમી મુનિને જેઈ ઉપેક્ષાભાવથી તમે ઘણુ કપાય ફલેશોથી બચી જશે.
સંઘની સેવા કરવી એટલે અઢીદ્વિીપમાં રહેલા મુનિઓ સાથે મૈત્રીભાવ રાખવે. સાધ્વીઓ પણ આપણી જેમ પંચ મહાવ્રત પાળવાવાળી છે તેમ સમજીને તેમનું બહુમાન કરવું પણ તે સ્ત્રી છે તેમ સમજીને તેને તિરસ્કાર, અપમાન કે કેઈક સમયે પણ તેમને ઉતારી પાડવા ન જોઈએ. શ્રાવકે પણ અરિહંત ધર્મના ઓછેવત્તે અંશે પણ આરાધક છે, માટે તેમનું વૈયાવચ્ચ એટલે ગૃહસ્થ છે તેમ સમજીને તેમને ઉતારી પાડવાથી મહાવીરસ્વામીનું શાસન કમજોર પડશે. “સંઘ માંહે ગુણવંત તણી અનુબૃહણ કરી” એટલે કે ગુણીયલ શ્રાવકેનું અપમાન-તિરસ્કાર તેમના પ્રત્યે અસમાન ભાવ રાખનાર મુનિને અતિચાર લાગે છે. અને શ્રાવિકાનું પણ બહુમાન કરવું એટલે કે આ શ્રાવિકા પિતાની શકિત પ્રમાણે વ્રત, નિયમ, પચ્ચફખાણ કરે છે, સાધુ સાધ્વીઓની ભક્તિ કરે છે. આ પ્રમાણે ચતુર્વિધ સંઘનું વૈયાવચ્ચ ઉત્તમ ધર્મ છે. તથા સમાન સમાચારી મુનિરાજેને જોઈને ખુશ થવું અને યદિ શક્ય હોય તે તેમને ગોચરી–પાણી લાવી આપવા અને ગૌચરીના સમયે તેમને પણ સાદર આમંત્રણ આપવું.
ઉપર પ્રમાણે દસે પ્રકારના વૈયાવચ્ચની આરાધના મુક્તિને દેનાર છે. સ્વાધ્યાય આત્યંતર તપ :
(૧) ગુરુ મુખે શાસ્ત્ર ભણવા તે વાચના સ્વાધ્યાય.
(૨) વિસ્કૃત વિષયને વારંવાર પૂછે તે પ્રતિપૃચ્છના સ્વાધ્યાય