________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
৭০৩
આ ગાથા દ્વારા ઉપયોગ ન હોવાના કારણે, રાજા આદિના દબાણના કારણે, અથવા પરાધીનતાના કારણે મિથ્યાત્વપષક સ્થાનમાં જવાથી, રહેવાથી, ફરવાથી આદિ ક્રિયાઓ દ્વારા સમ્યગ્દર્શનમાં જે દૂષણે લાગ્યા હોય તેને મિથ્યાદુકૃત આપું છું. એટલે કે તે સ્થાનેથી પાછો ફરું છું.
(૭) લોકપચાર વિનય -નીચે લખ્યાનુસારે આના પણ સાત ભેદ છે.
(1) ગુરુ આદિ મહાપુરૂષોની પાસે જ રહેવું-બેસવું. (2) ગુરુ ભગવંતેની ઈચ્છા પ્રમાણે જ જીવન બનાવવું.
(3) જ્ઞાનાદિ ટકી રહે તે નિમિત્તે જ આહાર પાણીને ઉપયોગ કરે.
(4) દર્શન-જ્ઞાન અને ચારિત્રદાતાને ઉપકાર ભૂલવો નહીં.
(5) ગુરુદેવને પિતાના જીવનનું સમર્પણ કરવું, જેથી ભવિષ્યમાં પણ નવું જ્ઞાન મળતું રહે. જૂનાનું પરિવર્તન થાય.
(6) ગાદિથી પીડિત-દુઃખિત સાધમિક મુનિશને ઔષધ આદિ ઉપચરિત કરવા.
(7) જે સમયે જે અવસર આવી પડે તે પ્રમાણેની પ્રવૃત્તિમાં દતચિત્ત રહેવું અને આરાધ્ય ગુરુદેવના સઘળા કાર્યો અવસર પ્રમાણે કરવા.
વૈયાવચ્ચ આત્યંતર ત૫ –બહુમાનપૂર્વકની સેવાને વૈયાવચ્ચ કહેવામાં આવે છે, જે દસ પ્રકારે છે: આચાર્ય, ઉપાધ્યાય, (પંન્યાસ) સ્થવિર, તપસ્વી, પ્લાન મુનિ, નૂતન મુનિ, સ્વગણને મુનિ, પરસ્પર સાપેક્ષ અનેક સમુદાયના મુનિએ,