________________
૧૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નથી, તે પછી પરમાત્માના પૂજનમાં, માળાના જાપમાં, સામાયિકાદિ અનુષ્ઠાને માંભય રહિતતા કેવી રીતે મેળવી શકવાના હતાં?
ઉપર પ્રમાણે જેમ મને વિનયના પ્રશસ્ત અને અપ્રશસ્ત સાત સાત ભેદ કહ્યાં છે. જેમકે-પ્રશસ્તકાય વિનયી આત્મા ઉપગપૂર્વક ગમનાગમન કરશે, બેસશે, પડખા બદલશે, બારણા આદિનું ઉલ્લંઘન કરશે, મેટા કે નાના ખાડાને ઉલંઘશે અને ઈન્દ્રિયને સારા પવિત્ર વિષયમાં પ્રવર્તાવશે, જે પ્રશસ્તકાય વિનય છે. જ્યારે અપ્રશસ્તકાય વિનયવાળો માણસ તે બધીય ક્રિયાઓમાં ઉપયોગ વિનાને રહેશે.
ભગવતી સૂત્રના આ પ્રસ્તુત સૂત્રને ખ્યાલમાં રાખીને દશવૈકાલિક સૂત્રની આ ગાથા બની છે.
" जयं चरे जयं चिट्टे जयमासे जयं सये,
जय भुजतो भांसनो पावकम्मं न बंध इ." ગુરુ પિતાના શિષ્યને કહે છે કે ઉપગપૂર્વક ચાલવું, ઉભા રહેવું, બેસવું, સૂવું, ખાવું અને બોલવું, જેથી પાપકર્મ બંધાતું નથી.
ચારિત્ર મેહનીય કર્મના ઉદયના કારણે કે ઉદીરણા કરવાના કારણે સાધક ઉપયોગ વિનાને થઈને ક્રિયાઓ કરશે, પરિણામે તેનું ચારિત્ર પ્રતિસમયે અતિચારવાળો બનીને ધીમે ધીમે સમ્યગ્દર્શનને પણ મલિન કરનારે રહેશે. આ કારણે જ સમ્યગ્દર્શની આત્મા પોતાના સમ્યકત્વને અતિચારોથી મુક્ત રાખવાને માટે વારંવાર
" आगमणे निग्गमणे, ठाणे चंकमणे अ अणाभोगे अभियोगे अनिओगे पडिक्कमे देसि सव्वं."