________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૭૩ ટકશે અને ધર્મધ્યાનની પ્રાપ્તિ થતાં મન પવિત્ર બનશે. ઉપર્યુક્ત સાતે પ્રકારના પ્રશસ્ત વિનયથી વિપરીત અપ્રશસ્ત મન પણ સાત પ્રકારે છે.
(૬) વાવણ:-મનમાં પાપ, અસદાચાર તથા દુરાચારપૂર્ણ ગંદા ભાવે રાખવા અને વધારવા જેથી મન હમેશાં પાપમય બનવા પામશે, તેવી સ્થિતિમાં દુનિયાભરને એકેય જાદુગર, મંત્રવાદી, તંત્રવાદી કે મેસમેરીઝમને કરનાર પણ તમારા મનને કેઈ કાળે પવિત્ર કરી શકશે નહીં. મનની અપવિત્રતાના કારણે ઇન્દ્રિયના ઘડા હમેશાને માટે બેકાબૂ (કટેલ ઓફ ધી વે) બનશે ત્યારે કષાયને જીતવા તમારા માટે સાત આસમાનનું રાજ્ય લેવા જેટલું કઠણ બનશે. પરિણામે મર્યા પછી દુર્ગતિ, પરમાધામી, યમદૂતના ડંડા જ ભાગ્યમાં રહેશે.
(૨) સાવજો -જે વ્યાપારમાં ઢગલાબંધ જીવનું હનન થાય, તાડન થાય, મારણ થાય, સંતાપન કે પીડન થાય તેવા સંરંભે, સમારંભે અને આરંભે કરવા જેથી મનને ગમે તેવા સમયે પણ પાપરહિત થવાને અવસર જ પ્રાપ્ત ન થાય. કેમકે જ્યાં પરિગ્રહ વધારવાની ભાવના થઈ ત્યાં અનિચ્છાએ પણ પ્રતિસમયે પાપોની રાશિ પણ વધવા પામશે અને તેનાથી ભારી બનેલા આત્મામાં ચંચળતા, વકતા, સ્વાર્થોધતા, માયાવિતા, માયામૃષાવાદિતા (પલીટિકલ) વધશે, જેનાથી માનસિક જીવનમાં ધર્મની, સદાચારની ભાવના પણ અલવિદા લેશે અને માની લે કે તમારું પુણ્ય તમારે સાથીદાર બને અને તમે લાખ કરોડની માયા ભેગી કરશે તે પૂજા-પાઠ, પ્રતિક્રમણ આદિ સદનુષ્ઠાને તમારાથી રીસાઈ જશે. કદાચ વ્યવહારને સુંદર