________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
- ૧૭૧ અર્થાત્ અરિહતેના ચમાં જવું, દર્શન-વંદન પૂજાદિ કરવા, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિરાદિ મુનિઓના ચરણોમાં જવું, તેમની દ્રવ્યથી અને ભાવથી ભક્તિ કરવી, ધર્મને પ્રચાર જે રીતે થાય તે પ્રમાણે દ્રવ્યાદિને વ્યય કરે, મતિજ્ઞાનાદિ જ્ઞાનેને વધારવા માટે પ્રયત્ન કરવારૂપ ભક્તિના બીજા ૧૫ ભેદ થયા અને તેમની ભક્તિ કરી લીધા પછી તેમાં ઈતિશ્રી માનશે નહીં. પરંતુ મંદિરથી કે ઉપાશ્રયથી બહાર આવે ત્યારે અરિહંતની, ગુઓની તથા પ્રવચન આદિની પ્રશંસા, ગુણગાન કરતાં કરતાં સમય પસાર કરે, એટલે કે દુકાન પર બેઠા હોઈએ તે સમયે પણ અરિહંતના ધર્મની પ્રશંસા કરવી, તેમના માટે સારા શબ્દો બોલવા અને દુકાન સામેથી પરમાત્માને વરઘેડે કે ગુરુ મહારાજનું સામૈયું થતું હોય તે ૧૦-૧૫ પગલા સુધી પણ તેમાં સમ્મિલિત થવું તે ૧૫ ભેદ થયા. આ પ્રમાણે ૧૫+૧૫+૧૩=૪૫ ભેદે અનત્યાશાતના નામને વિનય જાણ.
(૩) ચારિત્ર વિનય –સામાયિકાદિ પાંચે સમ્યફચારિત્ર પ્રત્યે સદ્દભાવ રાખવે. આપણું જીવન પવિત્ર, સરળ, સમતાપ્રધાન અને દયાદાનમય બનવા પામે તે માટે પ્રયત્ન કરે. કષાયને ત્યાગ કરી સમતાભાવને અભ્યાસ કરે અને વધારે તે ચારિત્ર વિનય છે.
(૪-૫-૬) મનોવિનય–વચેવિનય અને કાયવિનય –
પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે મનેવિનય બે પ્રકારને કહ્યો છે. તેમાં પ્રશસ્તના સાત ભેદ નીચે લખ્યા પ્રમાણે જાણવા.
(૨) અપાવણ -મનને પાપરહિત બનાવવું, પાપ ભાવનાથી મનને બચાવવું, ભેગવવા માટે ઉપસ્થિત થયેલા કે ભગવાઈ ગયેલા પાપની સ્મૃતિ ન કરવી..