________________
૧૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિના લાભ લે. આપણી શક્તિ કે પરિસ્થિતિ તેવા પ્રકારની હોય તે ભાષાના સ્તવને, સન્માયે અને સ્તુતિઓ યાદ કરવી તથા સામાયિક દરમિયાન સ્વાધ્યાય કરે તે જ્ઞાન વિનય છે.
(૨) દર્શન વિનય – બે પ્રકારે છે. (૧) શુશ્રષણ વિનય, (૨) અનન્યાશાતના વિનય. પહેલે વિનય અનેક પ્રકારનો છે. જેમ કે :
સવારેટુ :-જ્ઞાનીઓને સત્કાર કરે, બહુમાન કરવું, તેમની સેવા કરવી.
સન્માળ :–શુદ્ધ આહાર–પાણી–વસ્ત્ર અને ઔષધ આદિથી ગુરુઓનું સન્માન કરવું. ઇત્યાદિક વિષય ત્રીજા ભાગમાં ચર્ચાઈ ગયે છે.
બીજે ભેદ અનત્યાશાતના છે, જેના ૪૫ ભેદ છે. જે કર્મમાં આશાતના નથી તેને અનન્યાશાતના કહેવાય છે.
અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર મુનિ, એક આચાર્યને સમુદાયરૂપ કુળ, પરસ્પર સાપેક્ષ અનેક સાધુઓને સમૂહ, ચર્તુવિધ સંઘ, જેનાથી આત્માની તથા પરમાત્માની સાધના થાય તે સલ્કિયાની, એક સમાચારીવાળા સાધુની. મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનની, અરિહંતે પ્રરૂપેલા ધર્મની, આ પ્રમાણે ઉપરના ૧૫ પદોની મન-વચન તથા કાયાથી આશાતના થવા દેવી નહીં. કદાચ એવું બને કે કઈ ભાગ્યશાળી પિતાના ઘરમાં કે દુકાનમાં બેસીને કહે કે-ઉપરના ૧૫ ભેદોને હું શ્રદ્ધાથી માનું છું એટલે કે તેઓ પ્રત્યે મને શ્રદ્ધા છે. પરંતુ ભગવતી સૂત્ર કહે છે કે એકલી શ્રદ્ધા રાખે કામ ચાલતું નથી, પરંતુ તેમની બહુમાનપૂર્વક ભક્તિ કરવી, ઉપાસના કરવી