________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭ આત્મસંયમ કરીને પણ જનતાને દેવ-ગુરુ અને ધર્મના રાગી બનાવવા.
( 6) કાયવિનય -અહે રાત્રિના ૨૪ કલાકમાંથી બે કલાકને ટાઈમ પણ ધર્મની આરાધનામાં, સંયમની સેવનામાં, બ્રહ્મચર્યના પાલનમાં અને તેના પ્રચારમાં તથા સમાજ તથા સંઘની સેવામાં પસાર કર તેમજ ધર્માનુષ્ઠાને પ્રમાદ વિનાના કરવા તે કાયવિનય છે. આનાથી પાપથી ભરેલું, પિવાયેલું શરીર મર્યાદિત, સંયમિત થશે.
(7) લોકપચાર વિનય -વ્યવહારની સાચવણીમાં વફાદારી, સભ્યતા અને સત્યતા જળવાઈ રહે તે માટે વડિલેનું બહુમાન, માતાપિતાનું સન્માન, આડોશી-પાડોશી સાથે ભદ્ર અને અહિંસક વ્યવહાર તથા સગા સ્નેહીઓ સાથે માયા વિનાને પવિત્ર વ્યવહાર રાખવો તે લેકોપચાર વિનય છે.
ઉપર પ્રમાણેના સાતે પ્રકારના વિનય માટે ભગવતી સૂત્રકાર સ્વયં શું કહે છે તે જાણી લેવું અત્યંત હિતાવહ છે.
સૂત્રાનુસારે સાત પ્રકારને વિનય -
(૧) જ્ઞાન વિનય -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનેનું બહુમાનપૂર્વક વિનય કરે. જ્ઞાન એ ગુણ છે, માટે જ અમૂર્ત છે, અરૂપી છે. એટલે કે શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ વિનાને છે, માટે તેની મૂતિ આકાર બની શકવાની નથી તે પછી તેને વિનય શી રીતે કરે? જવાબમાં કહેવાયું કે આત્માના કલ્યાણને માટે, તેના વિકાસને માટે સમ્યજ્ઞાન મેળવવાના પ્રયત્ન કરવા અને જ્યાંથી પણ તેની પ્રાપ્તિ થાય તે માટે પ્રમાદ કે પૂર્વગ્રહ