________________
૧૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
(5) વચનવિનય -૮૪ લાખ જીવાનીમાં પર લાખ જીવાયેનિનાં જીવેને જીભ ઈન્દ્રિય હતી જ નથી માટે તેમને ભાષાના વ્યવહારને પ્રસંગ રહેતું નથી. કેવળ ૩૨ લાખ જીવનીના જીવને જીભ ઇન્દ્રિય મળેલી હોય છે. તેમાં પણ બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવે જે ૧૦ લાખ જીવાનીમાં જન્મે છે, તેમને મળેલી જીભ પણ શા કામની ? ગાય, ભેંસ, હાથી, સિંહ, વાઘ આદિ જે ગમે તેવા તાકાતવાળા હશે પણ ભાષાને વ્યવહાર તેમના ભાગ્યમાં છે જ નહિ. શેષ ૨૨ લાખ જવાનીમાંથી ૪ લાખ દેવતા અને ચાર લાખ નારકોને મળેલી જીભને ઉપગ આપણું મૃત્યુલેકના સંસાર માટે શા કામનો ? ત્યારે કેવળ ૧૪ લાખ મનુષ્યોને મળેલી જીભ ઈન્દ્રિય દ્વારા સંસારને નરકના કુંડ જે પણ બનાવી શકાય છે અને અમૃતકુ ડનું પણ સર્જન કરી શકાય છે. આ બધે નિર્ણય માનવાવતારને મેળવેલા ભાગ્યશાળીએ કરવાનો છે કેમકે આખાય સંસારમાં વૈરઝેરને આગ લગાડવાને માટે સ્પર્શેન્દ્રિય, નાકઇન્દ્રિય, આંખ ઈન્દ્રિય કે કાન ઇન્દ્રિય સર્વથા અકિંચિત્કર છે. માટે જ સંસારનું સર્જન અને નાશ કેવળ જીભ ઈન્દ્રિય ઉપર જ નિર્ભર છે. તેથી સ્પર્શ, કાન અને નાક ઇન્દ્રિય પડદા વિનાની છે. આંખ ઇન્દ્રિય ઉપર કેવળ પાંપણને એક જ પડદો છે, જ્યારે જીભ ઈન્દ્રિયને માટે દાંતની બત્રીસી અને બે હોઠની બે જેલ (કારાવાસ) છે. કુદરત પણ કેવી ફાટાબાઝ છે જેથી જીભ ઈન્દ્રિયને જેલ વિનાની રહેવા દીધી નથી, માટે દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવ્યા પછી પોતાની જીભ દ્વારા કરાતે ભાષાવ્યવહાર જૈન શાસનના, અહિંસા ધર્મના, સંયમના, સંયમીના પ્રસરમાં કર, તેમના માટે સારી ભાષા વાપરવી અને છેડે