________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૧૬૭ આર્તધ્યાન-રૌદ્રધ્યાનને રેકાવી દેનાર સમચારિત્ર છે. જે સર્વવિરતિ અને દેશવિરતિ રૂપે બે પ્રકારનું છે. મહાપુર્વેદ જે જબરદસ્ત પુરૂષાર્થ બળે મેળવેલા ચારિત્રને શુદ્ધ કરવાના ભાવ રાખવા, કદાચ અતિચાર લાગી જાય તે પ્રતિક્રમણથી તેમને શુદ્ધ કરવાં તે ચારિત્રવિનય છે. તથા શ્રાવકનાં ૨૭ ગુણે, માર્ગાનુસારીના ૩૫ ગુણે, બાર વ્રતો કે મહાવ્રતને સ્વીકારવા માટે તૈયાર રહેવું અને યથાશક્ય તેને પાળવામાં આગ્રહી થવું તે કલ્યાણમાર્ગ છે.
(4) મનોવિનય :-આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને મન પૌગલિક એટલે પુદ્ગલેનું બનેલું અને તેમાં પિવાયેલું હેવાથી કર્મોના પુદ્ગલો ૧૮ પાપસ્થાનકેના પુરાલ, આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પુદ્ગલે તરફ તેનું આકર્ષણ રહે, તેમાં રાચ્ચું માર્યું રહે તે સ્વાભાવિક છે. જે કર્મકલેશેને વધારે છે અને જીવાત્માને દુઃખના ડુંગરાઓ વચ્ચે પટકી પાડે છે. પરંતુ સમ્પ્રદર્શનની પ્રાપ્તિ થયા પછી પૌગલિક ભાવેનું જે કમજોર પડે છે અને સાધક મનની ગુલામીને ત્યાગ કરી પિતાના આત્મભાવમાં સ્થિર બને છે ત્યારે જ માનસિક જીવનમાં અરિહંતેનું શાસન ઉદ્ભવે છે અને જેમ જેમ શાસન પ્રત્યે રાગ વધે છે તેમ તેમ મનના તેફાને શાંત બને છે, માટે મનને શુદ્ધ કરવા માટે અનિત્યાદિ બાર ભાવના તથા મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને ઉપેક્ષા રૂપી ચાર ભાવનાએ નું વારંવાર ચિંતવન કરવું અને જ્યારે મન કંઈક તૂફાન કરે અથવા કષાય કલેશનું વાતાવરણ થાય ત્યારે અરિહંત પરમાત્માની મૂર્તિ સામે શાંત થઈને બેસી જવું અથવા ગુરુદેવના ચરણોમાં કલાક બે કલાક બેસવું જેથી મન સ્વસ્થ બનવા પામશે.