________________
૧૬૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બહુમાન કરવું, સમ્યગુજ્ઞાનની તથા જ્ઞાનીની પ્રશંસા, ભક્તિ, વૈયાવચ્ચ કરવા, જૈન તના મર્મને જાણવા તથા ક્ષયપશમની પ્રાપ્તિમાં આત્માનો પુરૂષાર્થ કામ કરે છે માટે મેળવેલી જ્ઞાન માત્રાને ટકાવી રાખવી જોઈએ.
(2) દર્શન વિનય –અરિહંત પરમાત્મા, તેમની મૂર્તિઓ, પંચ મહાવ્રતધારી સાધુ, સાધ્વી, તપસ્વી તથા જ્ઞાનીના સહવાસથી સમ્યગદર્શનની ઉત્પત્તિ થાય છે નિષ્કષાય જીવન, વૈકારિક ભાવની અનુત્પતિ તથા વૈર-ઝેર તથા ઈષ્યથી પૂર્ણ માનના સહવાસનો ત્યાગ કરવાથી દર્શનની વૃદ્ધિ થાય છે અને નમુત્થણું–લેગસ્સાદિ સૂત્રને ભાવપૂર્વક વારંવાર બોલવાથી સમ્યગ્ગદર્શનની શુદ્ધિ થાય છે.
આત્મિક શ્રદ્ધાપૂર્વક નવું ભણવાથી, ભણેલાને ન ભૂલવાથી, ગુરુઓના વ્યાખ્યાને સાંભળવાથી તથા નવતત્ત્વને પુષ્ટ કરે તેવા પુસ્તકોને સ્વાધ્યાય કરવાથી સમગજ્ઞાન વધે છે, જેથી સમ્યગદર્શનની વિશેષ પ્રકારે શુદ્ધિ થાય છે. તેના કારણે વૃદ્ધિ પામતાં કે પામેલા શ્રુતજ્ઞાનથી જીવ માત્રને પાપના ત્યાગની ભાવના રૂપ સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય છે અને કર્મ કલેશેથી પરિપૂર્ણ સંસારને માર્ગ ટૂકે થાય છે તથા મુક્તિનો માર્ગ હસ્તગત થાય છે. માટે એકાગ્ર ચિત્તવાળા થઈને અરિહંતનું દ્રવ્ય તથા ભાવપૂજન કરવું, દેવવંદનાદિ શુદ્ધાનુષ્ઠાનમાં મન-વચન તથા કાયાને જોડી દેવા જેથી પર. માત્માઓના ગુણાનુવાદ કરતાં તમે પોતે જ ગુણ બનશે, સેવ્ય અને પૂજ્ય બનશે અને “નમો અરિહંતાણું” પદને પ્રાપ્ત કરવાની યોગ્યતાવાળા થશે.
(૩) ચારિત્ર વિનય -નવા પાપોને, પાપ ભાવનાઓને,