________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૬૫ હિતકારી તથા પરિમિત ભાષાને વ્યવહાર શુભ વચનગ છે. શરીરની ગંદી પ્રવૃત્તિઓ, કામુકી ચેષ્ટાઓ, ઉઠવા-બેસવા, સુવા અને ચાલવામાં જીવ હિંસા આદિ વ્યાપાર શરીરના અશુભયેગના કારણે બને છે. જ્યારે શરીર દ્વારા પરોપકારના કાર્યો પ્રશંસનીય તથા મહાપુરૂષને શેભે તેવા કાર્યો તથા અહિંસા ધર્મ પ્રત્યેની સાવધાનીને શુભ કાયાગ કહ્યો છે. આમાંથી અશુભ યોગોને વેગ પ્રતિસલીનતા નામના તપ વડે અવરોધવા અને મન-વચન તથા કાયાને શુભ કાર્યો પ્રત્યે જોડવા તે આ તપને આશય છે.
(૪) વિવિક્ત શયનાસન પ્રતિસલીનતા -જે સ્થાનમાં પશુ-પંખી તથા નપુંસકે રહેતા હોય ત્યાં આસન રાખવું નહીં, બેસવું નહીં, ઉભા રહેવું નહીં, કેમકે પશુ-પંખીઓ અવિવેકી છે અને નપુંસકે અજ્ઞાન અને મેહકર્મથી ભારી બનેલા જીવે છે. તેમની ગમે તે સમયે અશુભ પ્રવૃત્તિ હાઈ શકે છે માટે તપાધર્મની આરાધના કરનારાઓએ પોતાનું મન ચલિત થાય તેવા સ્થાને ન બેસવું તે આ તપને આશય છે. ઉપર પ્રમાણે ચાર ભેદે પ્રતિસલીનતા તપ કહેવાયું છે જે બાહ્ય તપ છે.
આત્યંતર તપ:-આના નીચે પ્રમાણે છે ભેદ છે.
(૧) પ્રાયશ્ચિત –એટલે કે પાપનું પ્રાયશ્ચિત કરવું, જેનું વર્ણન પહેલા કરાઈ ગયું છે.
(૨) વિનય તપઃ-જૈન શાસનમાં વિનય તપ સાત પ્રકારે કહેવાયું છે.
(1) જ્ઞાન વિનય --એટલે મહાપુણ્યદયે પ્રાપ્ત થયેલા અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વધારવા માટે પ્રયત્ન કરે, તેનું