________________
૧૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ્યશાળીએ પણ તેવી રીતે બેસવાની મહેનત કરવી જેથી શરીરનું તથા મનનું ચાંચલ્ય ઘટશે, સ્વૈર્ય વધશે, પૈયે તમારે મદદગાર બનશે અને કાયાની માયા (જે જીવતી ડાકણ કરતાં ભૂડી છે) ઘટશે અને આત્મા પિતાના વિકાસ માટે આગળ ને આગળ વધશે જે આદરણીય માર્ગ છે.
(૬) પ્રતિસંલીનતા બાહ્ય તપ :-આને અર્થ પવવું, છુપાવવું થાય છે. અનાદિકાળથી આ જીવાત્માએ શાના પાનાઓ જોયા છે, ગેખ્યા છે અને તેની ચર્ચામાં કેટલાય ભો પૂર્ણ ક્ય છે, પરંતુ આત્મકલ્યાણને પવિત્ર માર્ગ તે એકેય શાસ્ત્રમાંથી મેળવી શક્યો નથી. આ કારણે જ અજ્ઞાન અને બ્રાંત મૃગ પોતાની નાભીમાં કસ્તુરી છે પણ તે જોઈ શકતો નથી, મેળવી શકતા નથી અને બહાર ભાગો ભાગતો ફરે છે તેવી રીતે આ જીવ હજુ સુધી પોતાની જાતને સમજી શક્યો નથી. જૈન શાસન સમજુતી આપતા ફરમાવે છે કે સંસારની ભૌતિક વસ્તુઓને ગેરવવી, છુપાવવી તે ઠીક નથી પણ જેનાથી તારો આત્મા ભારી થાય, દુર્ગતિને જોક્તા થાય અને અનંત સંસારમાં વધારે ને વધારે ડુબતે જાય તેવા પ્રયત્ન છોડીને પ્રતિસલીનતા નામના બાહ્ય તપને સ્વીકાર કર તેના ચાર ભેદ નીચે પ્રમાણે છે
(૧) ઈન્દ્રિય પ્રતિસંલીનતા :-જીવાત્માને સૂક્ષ્મ શરીર અને ઇંદ્રિયેનું સાહચર્ય અનાદિકાળનું છે અને જ્યાં તે બને હોય ત્યાં સ્થૂળ શરીર અને ઇન્દ્રિયની હાજરીને રેકી શકાતી નથી. તે બંને ઉપર પિતાનું આધિપત્ય જમાવટ નાર દ્રવ્ય અને ભાવમનની નજરકેદમાં આપણે આત્મા ફસાયેલે છે મન પૌગલિક હેવાના કારણે સંસારના પૌગલિક પદાર્થો પ્રત્યે આત્માને આકર્ષિત કરે છે અને અહિંસા