________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૬૧ અનાદિકાળથી શરીરના ગુલામ બનેલા આ જીવાત્માએ શરીરને જેમ સુખ ઉપજે, મુલાયમ રહે, તેના દ્વારા પૌગલિક સુખોની માયા ભેગવવામાં રસ પડે તે માટે તેવા આસને ઉપયોગ કર્યો છે અને આદતે પણ એવી પાડી છે, વધારી છે કે તે છોડી શકાતી નથી, પરંતુ આત્મકલ્યાણને માટે તેને ત્યાગ કરવો અનિવાર્ય છે, માટે શરીરને ફલેશ પડે તેવા વીરાસનાદિમાં બેસવાને પ્રયત્ન કરે. ધીમે ધીમે તે પ્રમાણે બેસવાથી જુની આદતે છૂટી જશે. લિંગ(જનનેન્દ્રિય)ની નીચે અને ગુદાની ઉપર જે નાડી (નસ) રહેલી છે તે વીર્યનાડી છે જે અત્યંત મુલાયમ છે. યદિ કમર ઝૂકાવીને સુખાસને બેસવાની આદત ન છેડી શક્યા અથવા તેને માટે પ્રયત્ન પણ ન કરી શક્યા તે તે નાડીને વારંવાર આસન કે જમીન સાથે સ્પર્શ થતાં ઉત્પન્ન થયેલી ઉશ્કેરણીને રોકી શકાશે નહીં, જેના અભિશાપે ભેગવેલા ભેગેની મીઠી મધુરી સ્મૃતિઓને તમે રેકી શકશે નહી અને પરિણામે ગુરુકુળવાસમાં રહીને મનને સ્વાધીન કરવાને થોડો ઘણો પ્રયત્ન કર્યો હતે તેના પર પાણી ફરશે અને મનની ચંચળતા વધતા “લેને ગઈ પૂત ઔર બે આઈ ખસમ” જેવી દશા થશે. માટે મુનિરાજોના સાહચર્થ્યથી કે અરિહંતના પૂજન પછી થયેલી સાત્વિક ભાવનાથી આત્મ કલ્યાણ માટે જીવ જ્યારે તૈયાર થઈ ગયા છે તે માળા ગણવાના સમયે, ધ્યાન ધરવાના સમયે કાર્યોત્સર્ગ સમયે કે સ્વાધ્યાય સમયે કમરને ઝૂકવા ન દેવી પણ ઊંચી રાખીને એટલે કે મેરૂદંડ જેમાં ઉચે રહે તે પદ્માસનમાં બેસવું જેથી વીર્યનાડીને સંઘર્ષ આસન સાથે થશે નહિ, ફળસ્વરૂપે મનજી ભાઈને સ્થિર થયા વિના છુટકે નથી, તે સિવાય મનને વશ કરવા માટે એકેય ઉપાય કોઈની પાસે છે જ નહીં. પરમાત્મા વીતરાગદેવની મૂર્તિ જે આસનમાં બિરાજમાન છે. સાધક