________________
૧૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રાખવી. ઉંચા સાદે ન બોલવું તથા ક્રોધ કે ઈષ્યમાં આવીને ન બેલવું તે ભાવઉદરી છે.
(૩) ભિક્ષાચર્યા –અનેક પ્રકારે છે, જેને આપપાતિક સૂત્રથી જાણવાની ભલામણ કરવામાં આવી છે. દ્રવ્યાભિગ્રહ જે લેપવિષયક હોય છે અને એક વાર પાત્રમાં નખાય તેને દતિ કહે છે. સંખ્યાથી પણ દતિનું ગ્રહણ કરાય છે. આ અભિગ્રહમાં અમુક ચીજો અને અમુક ક્ષેત્રને અભિગ્રહ કરાય છે. સારાંશ કે શુદ્ધ આહાર પાણી માટે અભિગ્રહ તથા દતિની સંખ્યાને નિયમ રાખે. અન્યત્ર વૃત્તિ સંક્ષેપ નામે કહેવાયું છે જેને અર્થ થાય છે ખાવાની, પીવાની, હરવા ફરવાની, ઓઢવા પહેરવાની બધીય પ્રવૃત્તિઓનું નિયમન કરવું તે વૃત્તિ સંક્ષેપ છે.
(૪) રસત્યાગ:-ઔપપાતિક સૂત્રાનુસારે વિકૃતિજનક આહાર પાડ્યું આદિને ત્યાગ કરે, વધારે પડતે કે વારંવાર સ્નિગ્ધ ભજન ન કરવું અથવા તેને નિયમ કર.
(૫) કાયફલેશ એટલે કે કાયાને કલેશ દે તે કાયફલેશ કહેવાય છે.
અનાદિકાળથી આજ સુધીની કાયાની માયા જીવાત્માને રહેલી છે, જેનાં કારણે આપણે વિકાસ આપણે સાધી શક્યા નથી. સાધવા ગયા હોઈશું તે સફળતા મેળવી શક્યા નથી. આ કારણે બાહ્યતપમાં કાયફલેશ તપને સરળાર્થ એટલે જ છે કે શરીરને ફલેશ દે. તેને તેફાનને મર્યાદામાં લેવા માટે ઔપપાતિક સૂત્રમાં બતાવેલા ઉત્કટાસન, વીરાસન, પદ્માસન, અર્ધ પદ્માસન આદિ આસનમાં બેસવું, અથવા પગના પંજા ઉપર બેસવું જ્યાં બન્ને નિતંબે એડીથી અધર રહે એટલે કે પંજા અધર રાખીને એડી પર બેસવાનું રાખવું સારાંશ કે