________________
૧૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તપના મૂળ તથા અવાંતર ભેદે કેટલા?
હે પ્રભે! આપશ્રીના શાસનમાં તપ કેટલા પ્રકારે કહેવાયું છે? અને તેના ભેદ–અવાંતર ભેદ કેટલા છે? ' જવાબમાં દેવાધિદેવ ભગવંતે જે કહ્યું તે મૂળ સૂત્રાનુસારે જ આ પ્રમાણે જાણવું. બાહ્ય અને આત્યંતર રૂપે તપના બે ભેદ છે, જે શરીરને તપાવે તે બાહ્યતા અને આત્માને, કાર્પણ શરીરને, મનને, ઈન્દ્રિયને અને બુદ્ધિ આદિને તપાવે તે આત્યંતર તપ છે, જે સમ્યગદષ્ટિ સંપન્ન જ આરાધી શકે છે, તે બંનેના છ છ ભેદો નીચે પ્રમાણે છે :બાહ્ય તપ
આત્યંતર તપ (૧) અનશન
પ્રાયશ્ચિત (૨) ઉદરી (૩) ભિક્ષા ચર્યા
વૈયાવચ્ચે (૪) રસત્યાગ
સ્વાધ્યાય (૫) કાયફલેશ
ધ્યાન (૬) પ્રતિસલીનતા હવે તેને વિસ્તાર અને ભેદાનભેદ નીચે પ્રમાણે જાણવા.
(૧) અનશન –ઈસ્વર અને યાત્મથિક રૂપે અનશનના બે ભેદ છે.
અમુક સમય પૂરતા ચતુર્થ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, ચતુર્દશ, અર્ધમાસિક, માસિક, બે માસિક, ત્રણ માસિક, થાવત્ છ મહિના સુધી તપ કરવું તે ઈવર અનશન છે. જેમાં ચાર ટાઈમને આહાર છોડી દેવામાં આવે તે ચતુર્થ ભક્ત છે અને છ ટાઈમનું ભેજન છેડાય તે છઠ્ઠ છે. આ પ્રમાણે આગળ માટે પણ જાણવું.
વિનય
વ્યુત્સર્ગ