________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૫૭ જ્ઞાન સાધનાની ભૂહરચના કમજોર હોય અને ચારિત્રમાં શૈથિલ્ય કે તેના મૂળવતમાં કંઈક ખામી આવી ગઈ હોય ત્યારે તેના દિક્ષાના અમુક પર્યાને છેદ કરવાથી તે સાધક પાછો આરાધનાની સન્મુખ થઈ જાય છે. કેમકે પ્રત્યેક તંત્રને શક્તિશાળી રાખવાને માટે દંડનીતિ જ સબળ સાધન છે, માટે મેક્ષાભિલાષી સાધક ગુરુથી દેવાયેલા દંડને પણ સારા માટે ગણશે અને ફરીથી તેવી ભૂલે ન થાય તે માટે “સમુદિમોનિ કારgિg” એમ કહીને મન મારીને આરાધના તરફ આગળ વધતે સાધક કલ્યાણ પામશે.
(૮) મૂળાહે પ્રાયશ્ચિત-ઉપરના પ્રાયશ્ચિત કરતાં આમાં વિશેષતા આટલી જ છે કે સાધકના પહેલાના મહાવ્રતના પર્યાને સમૂળ છેદ કરીને ફરીથી મહાવ્રતારે પણ કરાય છે.
(૯) અનવસ્થાપ્યાઈ પ્રાયશ્ચિત વિશિષ્ટ પ્રકારનું અમુક તપ જ્યાં સુધી કરવામાં ન આવે ત્યાં સુધી મહાવ્રતામાં કે સુનિવેષમાં તેમને ફરીથી સ્થાપી શકાતા નથી માટે અનવસ્થાને
ગ્ય હોવાથી અનવસ્થાપ્યાહું પ્રાયશ્ચિત કહેવાય છે.
(૧૦) પારચિંતક પ્રાયશ્ચિત -રાજાની રાણી, મહારાણી કે શિયળવતી સાધ્વીનું શિયળભંગ કરાઈ ગયે હોય ત્યારે સ્વગણને ત્યાગ કરી જિનકલ્પીની જેમ મહાતપ કરવું તે આ પ્રાયશ્ચિત છે. જે મહાસત્વશાલી આચાર્યને છ મહિનાથી બાર વર્ષ પર્યત કરવાનું હોય છે.
ઉપર પ્રમાણેના દશે પ્રાયશ્ચિતેમાંથી ઉપાધ્યાયને પ્રારંભથી નવ સંખ્યા સુધીના જ પ્રાયશ્ચિત કહેવાયા છે જ્યારે મુનિને મૂળાઈ સુધી જ જાણવા.