________________
૧૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અત્યંત બલિષ્ટ આ કર્મ સત્તાને હાડવૈરી શત્રુ કઈ હોય તે તે તપશ્ચર્યા ધર્મ છે. અન્યથા ગમે તેટલા મંત્ર, જ ત્રે, અનુષ્ઠાને, દેરાધાગઓ, એકાક્ષી નાળિયેરે, જમણ શંખે , ઉપરાંત કામધેનુ કે ચિંતામણી રત્ન પણ તમને કર્મોની જાળ માંથી મુક્ત કરાવવા માટે સમર્થ બનવાના નથી. ખૂબ યાદ રાખજે કે પૈસાથી કદાચ પુણ્યના પોટલા બાંધીને બીજા ભાવોમાં દેવકના સુખે જ મેળવી શકશે પરન્ત કરેલા, કરાયેલા પાપને નિર્મૂળ કરવા માટે પૈસો કામે ન આવે પણ તપશ્ચર્યા જ કામે આવશે. કેટલાય અપરાધના પ્રાયશ્ચિત તપશ્ચર્યાની અપેક્ષા રાખે છે. આ કારણે બાહ્યતપ તથા આત્યંતર તપ કરનાર સાધક મનાય છે. તેથી તેવા આહાર પાણી તથા ભાષા વ્યવહાર પણ સાધકે ન કરવા જોઈએ જેથી કર્મોની ઉદીરણા થવાને પ્રસંગ આવે. યદ્યપિ આહાર લેવે અનિવાર્ય હોવા છતાં પણ “નિર્વિકૃતિક” અર્થાત્ જેના સેવનથી ઇન્દ્રિ અને મન સશક્ત બનવા પામે તે “છ વિગઈ'વાળે આહાર વારંવાર કે વધારેવાર ન લેવું જોઈએ. ઘી, દૂધ, મલાઈ દહિં, ગેળ, સાકરથી મિશ્રિત ખોરાક, તળેલે ગરિષ્ઠ આહાર, મરચા, ખટાઈ અને જીભ ઈન્દ્રિય સંતુષ્ટ બને તે આહાર લે કે તેને ભાવ રાખવે તે જાણી બુઝીને સૂતેલા અજગર જેવા કર્મોને પુનઃ ભડકાવવા જેવું થશે, અને ભડકાવી દીધેલી ઈન્દ્રિય તથા મનને પુનઃ સંયમિત કરવામાં એકડાથી ઘુંટાવા જેવી પરિસ્થિતિ સર્જાતાં વાર લાગવાની નથી, માટે વધારે પડતે, નિર્વિકૃતિક એટલે વિગઈ વગરના આહારને પણ પ્રાયશ્ચિત કહ્યો છે જે ઉપેક્ષણીય નથી.
(૭) છેદ પ્રાયશ્ચિત :–ચારિત્ર મેહનીય યાવત્ પુરુષને પુરુષવેદ તથા સ્ત્રીને સ્ત્રીવેદના જોરદાર હુમલાના સમયે સાધકની