________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૫૫
રાગદ્વેષપૂર્વક જેની સાથે વૈર વધાયુ... હાય, મારકુટ કરી હાય, કોઈને કલંક કે આળ આપ્યુ. હાય, કોઇના ખાળ બચ્ચાઓને ભૂખ્યા મારીને તેમના શ્રાપ માથા પર લીધા હોય, સ્વાવશ કોઈના ઘર ભાંગ્યા હાય, પતિ-પત્નીને, સાસુ-વહુને, માપબેટાને, આડેશી-પાડોશીને તથા છેવટે ગુરુ-શિષ્યાને પણ લડાવ્યા હાય કે વિયેાગ કરાવ્યેા હાય, મૈથુનાસક્ત બનીને કુંવારી–વિધવા કે આપણા પ્રત્યે ધ સ્નેહ રાખનારી સ્ત્રીઓને ફેસલાવીને તેમના શિયળ લૂટ્યા હાય કે ઘરવાળીને રાવડાવીને પરસ્ત્રીગામી બન્યા હોય, અથવા વ્યાજવટાના લેાભમાં બિચારા ગરીમાના ખેતર-મકાન પડાવી લીધા હોય ઇત્યાદિ પાપાની સેવના નિકાચિતરૂપે કરનારને આજના બાંધેલા કર્યાં ૭૦ કોડાકોડ સાગરોપમ સુધીના ગમે તે કાળમાં કે ગમે તે ભવમાં ઉદય આવશે. મહાવીરસ્વામીને કાનમાં ખીલા ઠોકાવ્યાનુ ક ૮૦ સાગરોપમ ઉપર કેટલાય વર્ષો વીત્યા પછી ઉદ્દયમાં આવ્યું છે. અગ્નિશર્માની વૈર બેડીમાં ફસાયેલા ગુણુસેન રાજાને કેટલાય સાગરાપમ વીતી ગયા પછી તેની જાળમાંથી મુક્ત થયા છે, અને મુક્ત થયા પછી જ કેવળજ્ઞાનના માલીક બન્યા છે નંદન મુનિના ભવમાં કેટલાય (૧૧,૮૦,૬૪૫) માસખમણે કર્યાં પછી અને સત્યાવીશમા ભવમાં મહાવીરસ્વામીરૂપે સાડા બાર વર્ષોંની ઘેારાતિઘાર તપશ્ચર્યાં કર્યા પછી જ્યારે ગાવાળીયાએ કાનમાં ખીલા ઠોકયા ત્યારે તેના વૈરની એડીમાંથી છુટેલા મહાવીરસ્વામી કેવળજ્ઞાન મેળવવા માટે હકદાર બન્યા છે. કમઠની વૈર ખેડીમાંથી પાર્શ્વનાથ ભગવાન કેટલાય સાગરોપમ પછી છુટવા પામ્યા છે ? સારાંશ કે રાગદ્વેષમાં મસ્ત બનીને આંધેલા વૈરઝેર તમને કેટલીય તીર્થંકર પરમાત્માની ચૌવીશીએ પૂરી થયા વિના કેવળજ્ઞાનના માલીક બનવા દે તેમ નથી.