________________
૧૫૩
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ આજે કાલે કે પરમ દહાડે પણ તેની પ્રાપ્તિમાં ૩૩ કરોડ દેવે પણ વિન કરી શકવા માટે સમર્થ બનવાના નથી.
(૩) તદુભયાઈ પ્રાયશ્ચિત –જીવનના ગુપ્ત ભાગમાં કેટલાક અતિચાર–પાપ-પાપ ભાવનાએ સત્તા સ્થાન જમાવીને બેઠેલા હોય છે, જેને નાબૂદ કરવા કે કરાવવાને માટે એકલા પ્રતિક્રમણથી કે આલેચનાથી પણ ચાલવાનું નથી, પરંતુ તે બનેની આવશ્યકતા રહેલી છે એટલે કે સૌથી પહેલા પાપની આલેચના ગુરુ પાસે કરે, પોતાની ભૂલને મન-વચન અને કાયાથી ગુરુ પાસે એકરાર કરે અને પ્રતિક્રમણ કરતી વખતે જે સ્થાને તે પાપનું “મિથ્યાદુષ્કૃતમ્” આપવાનું હોય ત્યાં આપીને પાપોથી હળવે થાય તે શ્રેષ્ઠ માર્ગ છે.
(૪) વિવેકાણું પ્રાયશ્ચિત -વિવેક એટલે ત્યાગ કરે. ગેચરી પાણીએ જતાં ભૂલથી પણ કદાચ આધાકર્માદિ આહાર આવી ગયા હોય તે તેને ત્યાગ કરવાથી આત્માને સંયમ સચવાશે અને પાપ પ્રવૃત્તિને અવરોધ થશે તથા મેળવેલા આહારપાણીને ત્યાગ કરવાથી આહારાદિ સંજ્ઞાઓ મર્યાદામાં આવતાં ત્યાગધર્મમાં પણ ઉત્કૃષ્ટતા આવશે જે સ્વીકરણીય પ્રાયશ્ચિત છે.
(૫) વ્યુત્સર્ગાતું પ્રાયશ્ચિત : ઉપરના પ્રાયશ્ચિતમાં તે કેવળ મેળવેલા પૌગલિક આહારને જ ત્યાગ હતું જે સુકર છે; જ્યારે આમાં કાયા તથા મનની ચંચળતાને ત્યાગ કરવાને છે, જે જરા કષ્ટસાધ્ય છે. જેમકે અન્નત્યં સૂત્ર દ્વારા સાધકે પ્રતિજ્ઞા તે કરી, “ગાવ સરિતા માવંતા રમૂવારે न पारेमि तावकाय ठाणेण मोणेण झाणेणं अप्पाणं वासिरामि.
અર્થાત્ કાર્યોત્સર્ગ દ્વારા પાપની આલેચના કે પરમાત્માનું