________________
૧૫ર
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નેધ -ચેરી કે બદમાશી પકડાઈ જવાના કારણે જેલ (કારાવાસ)માં રહેલે માણસ બંધનમાં કહેવાશે અને જ્યારે તેની મુદત પૂર્ણ થશે કે જમાદારોને ખુશ કરશે તે કદાચ સમય પહેલા પણ મુક્ત થઈ શકશે. તે પ્રમાણે અનાદિકાળથી જીવાત્મા કર્મોની બેડીમાં જકડાયેલ હોવાથી કારાવાસ કરતાં પણ ભયંકર સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કેટલીક વાર અગણિત નવા કર્મોને બાંધે છે અને ચેડા કર્મોને નિજરે છે. જ્યારે બીજા સમયે વધારે કર્મોને નિજેરે છે અને થોડા જ કર્મોને બાંધે છે. પરંતુ તે નિર્જરા સર્વથા કરી શકતું નથી અને જ્યાં સુધી કર્મ બેડી તૂટે નહીં ત્યાં સુધી મેક્ષ, મુક્તિ, કૈવલ્યધામ, આદિ અનંત સુખના ધામને તે મેળવી શક્ત નથી. તે કારણે સંસારના દુઃખે, રેગે, શોક, સંતાપ આદિથી પરેશાન થયેલે જીવ મોક્ષ મેળવવાની ઝંખના કરે તે સ્વાભાવિક છે, પરંતુ તેના માર્ગની ખબર ન હોય તે ઈષ્ટ સ્થાન મળે કેવી રીતે?
તળાવમાં પાણી ગંદુ થઈ ગયું હોય અને તેને ખાલી કરવું કે કરાવવું હોય તે બે સિવાય ત્રીજો માર્ગ નથી જ. એક તે જે નાળામાંથી નવું પાણી આવતું હોય તેને બંધ કરો અને જૂના ગંદા પાણીને તળાવની બહાર કાઢી નાખવા માટે મશીનનો ઉપયોગ કરો, જેથી ઈષ્ટ સિદ્ધિ થતાં વાર લાગતી નથી. મશીન ગમે તેવું કિંમતી હોય પણ નવા પાણીને રોકવામાં ન આવે તે મશીન શું કરવાનું? તેવી રીતે આત્માનું કલ્યાણ કરવાનું જ હોય તે સૌથી પહેલા નવા પાપોને સમજવા અને ત્યાગવાને માટે જ પ્રયત્ન કરે સર્વથા અનિવાર્ય છે, ત્યાર પછી દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણથી જૂના પાપને એક પછી એક દૂર કરતા જાઓ તે મેશને માર્ગ ટૂંક થતાં