________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૧૫૧ પામશે. જેમકે ગમે તેવા યમે સ્વીકાર્યા પછી પણ પ્રારબ્ધકર્મોના કારણે અતિચારોની સંભાવના અનિવાર્ય છે. તેવી પરિસ્થિતિમાં જે અતિચારનું પ્રતિકમણું ન હોય તે યમની ફળશ્રુતિ કેટલી? નિયમને અર્થ કેટલે? ગમે તેટલા પૂરક કુંભક કે રેચક રૂપ પ્રાણાયામની સફળતા કઈ? ગુપ્ત અને સૂક્ષ્મ મનથી સેવાયેલા કે સ્મૃતિમાં લાવેલા પાપનું પ્રતિક્રમણ ન હેય તે બાહ્ય પ્રકારે ઇંદ્રિયના દમનને અર્થ ક્યો? એકાદ વિષયમાં ચિતને સ્થિર ભલે કરે પરંતુ જ્યારે ગુપ્ત મન વાંદરાની જેમ કૂદકા મારશે ત્યારે તમારી ધારણું પુત્રવતી રહેશે? કે વાંઝણી? આંખેને બંધ કરીને બેઠા પછી પણ તમારૂં સૂક્ષ્મ મન ભેગવેલા ભેગેની સમૃતિમાં સરકી ગયું તે બિચારું ધ્યાન તમને યેગી શી રીતે બનાવશે ? અને ધ્યેયને કંઈક પ્રકાશ મેળવ્યા પછી પણ તમારું મન બીજા વિષયેના અંધકારમાં ફસાઈ ગયું તે તમારી સમાધિ પણ તમને માયામૃષાવાદી ન બનાવે તેની શું ખાતરી ? આ કારણે જ કેવળજ્ઞાનના માલિકોએ પ્રતિક્રમણની યોજના સાર્થક કરી છે. આ પવિત્રગ જેને મળી ગયું હોય તેને કુંડલીનીની જાગૃતિ કરવાની માથાકૂટ શા માટે કરવાની? પાપનું પ્રતિક્રમણ ન હોય તે કદાચિત જાગૃત થયેલી કુંડલિની તમને અવળે રસ્તે ન લઈ જાય તેની ખાતરી કોણ આપશે? માટે પ્રતિક્રમણને છેડી બીજે કઈ સાર્થક
ગ નથી. સારાંશ કે પ્રતિક્રમણ જ વેગ છે, ધ્યાન છે, સમાધિ છે, પ્રત્યાહાર છે, યમ તથા નિયમ છે. છેવટે આત્માને પરમાત્મા, જીવને શિવ તથા નરને નારાયણ બનાવનાર પ્રતિકમણ જ છે. જે કાંટા-કાંકરા-રેતી કે મોટા પત્થર વિનાને સીધે અને સરળ માર્ગ છે. કેટલાક અતિચારેનું નિરાસન પ્રતિક્રમણથી થાય છે.