________________
૧૫૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) આલેચનાતું પ્રાયશ્ચિત –પ્રશસ્ત પુરૂષાર્થ વડે પ્રાણાતિપાતાદિ પાપની સર્વવિરતિ સ્વીકાર કરેલા સાધકના આત્મપ્રદેશમાં કર્મોની ૨૪ સત્તા સ્થાને પડેલી હોવાના કારણે, ગુરુકુળવાસી સાધકને પણ કઈક સમયે જ્ઞાનાવરણીય કર્મને હુમલે થતાં જૂદી જૂદી રીતે ઘણું પ્રસંગમાં ભૂલે થવાની શક્યતા રહેલી છે. મેહનીય કર્મના હુમલામાં આંખના પલકારા જેટલે પણ ક્રોધ-માન-માયા અને લેભ નકારી શકાતું નથી. તેમ અંતરાયકર્મના કારણે ચલ-વિચલ અવસ્થા પણ અવશ્ય ભાવિની છે. યદ્યપિ તે સાધકનો આત્મા સમ્યગદર્શન અને જ્ઞાનને પ્રકાશ મેળવેલું છે, માટે પોતાના લીધેલા વ્રતમાં કંઈક અને ક્યાંયથી પણ લાગેલા અતિચારેને ગુરુ સમક્ષ નિવેદન કરશે અને ફરીથી તેમનું સપર્શન ન થાય તેવી રીતે આત્માનું સંયમન કરશે તેથી આ પ્રાયશ્ચિત કેવળ આલેચના પૂરતું જ હેવાથી આલેચનાઈ કહેવાય છે.
(૨) પ્રતિકમણાતું પ્રાયશ્ચિત કેટલાક અતિચારો તેવા પણ હોય છે કે જેમનું પ્રતિક્રમણ કરવાનું સર્વથા અનિવાર્ય છે. પ્રતિકમણ એટલે પ્રમાદ અને કષાય વશ બનીને સ્વભાવથી પરભાવમાં ગયેલે આત્મા અતિચારેનું “મિથ્યાદુષ્કૃત” આપીને તથા ફરીથી “ria Twજવવામ” ભવિષ્યમાં ન થાય તે રીતે દઢ નિશ્ચયી બનીને પાપનું પ્રતિક્રમણ કરશે.
પ્રતિકમણ અર્થાત્ સર્વથા અદ્વિતીય, વિશિષ્ટતમ અમૃતાનુષ્ઠાન છે. જેમાં યમ-નિયમ–આસન-પ્રાણાયામ-પ્રત્યાહારધ્યાન-ધારણ અને સમાધિ આદિ આઠે ભેગોને એકી સાથે સમાવેશ થઈ જાય છે, કેમકે તે તે ગાને આરાધવાવાળા ભાગ્યશાળીના જીવનમાં જે પ્રારબ્ધ કર્મો પડ્યાં છે તેમનું નિરાસન કર્યા વિના ગની સાધના સર્વથા વાંઝણી રહેવા