________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૪૯ જેમ અંધકારના તામસ પગલે તૈજસ-પ્રકાશ કરનારા બની જાય છે, તેવી રીતે આત્મામાં રહેલું મિથ્યાજ્ઞાન પણ આંખના પલકારે સમ્યગુજ્ઞાનમાં પરિણત થાય છે. તે સમયે યદિ આસન્ન ભવ્યતાને પરિપાક થઈ ગયેલું હશે તે કરેલા કે કરાવેલા પાપથી ખિન્ન થયેલે જીવાત્મા તે પાપની શુદ્ધિને માટે તૈયાર થશે અને જેશ જેમ ગુરુ સમક્ષ પાપનું પ્રકાશન થતું જશે તેમ તેમ, મેરના અવાજથી જેમ નાગરાજ પણ ફણાને સંકેચીને
સ્થાન છોડવા માટે તૈયાર થાય છે, તેમ પાપની વગણએ પણ આત્મપ્રદેશથી છુટવા માંડશે; કેમકે -પુણ્ય કર્મોનું પ્રકાશન તે અભય પુરુષને પણ સુકર છે જ્યારે પાપનું પ્રકાશન અને આલેચન કરવું આસન્ન ભવ્યને છોડીને બીજાને માટે લગભગ સુકર બનતું નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી ચારિત્રો-મુખી આત્માના પાપમના પલ્યોપમ જેટલા કર્મો જ્યારે તૂટે છે ત્યારે યાવત્ સર્વ વિરતિ (સમિતિ-ગુપ્તિ ધર્મ) ને સ્વીકાર કરે છે, તેવી પરિસ્થિતિમાં તેને આત્મા પાપની આલેચના માટે તૈયાર થાય તે સુસંગત છે. - અત્યંત દુરભવી તથા પાપકમી આત્માને કરેલા કે કરાવેલા પાપે જ્યારે પાપરૂપે લાગતા જ નથી તે પછી તેમનું આલેચન કે પ્રાયશ્ચિત તેમના માટે સુકર શી રીતે બનશે? પાપકર્મ (હિંસા-જૂઠ-ચૌર્ય-મૈથુન અને પરિગ્રહ)માં પૂર્ણ રૂપે મસ્ત બનેલા કેટલાય માનવને સમ્યજ્ઞાનની એકેય પ્રવૃત્તિ કે સમ્યફચારિત્ર સમ્પન્ન મુનિને સહવાસ પણ ગમે અશક્ય બને છે, કારણ કે તેઓ પાપકર્મોની માયામાં એટલા બધા ગધેડુબ થયેલા છે, જેમાંથી પાછું હટવું તેમના માટે હરહાલતમાં પણ સુકર નથી.
હવે આપણે પ્રાયશ્ચિતના ભેદો જાણીએ.