________________
૧૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે કઈ પણ કામ કરતાં પહેલાં ગુરુને, આચાર્યને અથવા બંનેની હાજરી ન હોય ત્યારે બીજા વડીલ મુનિને પૂછીને કામ કરવું.
(૭) પ્રતિપુચ્છના સમાચારી -અમુક કાર્યને માટે ગુરુએ પહેલા મનાઈ ફરમાવી, પરંતુ અગત્યનું કામ હોય ત્યારે ફરીથી ગુરુજીને પૂછવું અને તેમની રજા મેળવ્યા પછી કાર્યને પ્રારંભ કર. મતલબ કે ગુરુને પૂછયા વિના કંઈપણ ન કરવું.
(૮) છેદના સમાચાર –ગોચરી આપણે લઈ આવ્યા હેય, તેના માટે બીજા મુનિરાજોને આમંત્રણ આપવું અને આગ્રહપૂર્વક કહેવું કે “આપશ્રી અમને લાભ આપે.”
(૯) નિમંત્રણ સમાચાર -ગોચરી જતા પહેલા બીજા મુનિઓને પૂછવું કે “આપશ્રીને માટે ગોચરી લાવું?”
(૧૦) ઉપસંપર્ સમાચારી –પિતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ માટે, વૃદ્ધિ માટે અને શુદ્ધિ માટે બીજા આચાર્ય પાસે રહેવું પડે તે રહેવું અને તેમની આજ્ઞા માનવી તે ઉપસંપત્-ઉપસંપદા સમાચારી છે. પ્રાયશ્ચિત કેટલા પ્રકારે કહેવાયું છે ?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! મારા શાસનમાં પ્રાયશ્ચિત દશ પ્રકારનું છે. થયેલા પાપકર્મોને નાશ કરે, કમમેલથી મલિન આત્માને પવિત્ર કરે, કરાયેલા અપરાધોની શુદ્ધિ કરાવે તે પ્રાયશ્ચિત કહેવાય છે. જે આત્માને પવિત્રતમ કરાવનાર આત્યંતર તપને પહેલે ભેદ છે. આત્મામાં જ્યારે અનિવૃત્તિકરણ રૂપ સર્વથા અભૂતપૂર્વ શક્તિ આવે છે, ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને વિજળીનું બટન દબાવતા