________________
શતક ૨૫મું ઃ ઉદ્દેશક-૭
૧૪૭ . (૨) મિથ્યાકાર સમાચારી :-સ્વનું કે પરનું કાર્ય કરતાં કદાચ કંઈ ભૂલ થઈ ગઈ હોય તે હાથ જોડીને કહેવું કે.... આ મારી ભૂલ છે અથવા આમ થવામાં હું નિમિત્ત બન્ય છું, માટે મને માફ કરે. આ પ્રમાણે મિચ્છામિ દુક્કડં દેવાની આદત રાખવી, પરંતુ ગુઓની કે નાના મેટા મુનિઓની સામે ઉલંઠ ઉદ્ધત, ઉછુંખલ કે અસભ્ય ભાષા પૂર્વક પિતાની ભૂલને છુપાવવાને માટે અપશબ્દો બોલવા ન જોઈએ. ગુરુમહારાજ સાથે કે બીજા કેઈ સાધક સાથે વારંવાર મિથ્યા મે દુષ્કૃતમ્' શબ્દનો પ્રયોગ કરે એ અત્યંત હિતાવહ માર્ગ છે. ગુરુમહારાજ પણ છદ્મસ્થ હોવાથી કેઈક સમયે ઉતાવળથી અથવા બીજા કામમાં વ્યસ્ત હોવાના કારણે ગેરસમજુતિથી પણ કંઈક કહે છે તે સમયે શિષ્ય ઉતાવળથી કે ક્રોધથી ગુરુમહારાજને ઉતારી પાડવાનું મહાપાપ (અપ્રતિ કરણીય પા૫) કોઈ કાળે ન કરવું પણ માફી માંગવી, જ્યારે ગુરુજી શાંત પડે ત્યારે વસ્તુની યથાર્થતા કહેવી.
(૩) તથાકાર સમાચારી -વાચના કે સ્વાધ્યાય કરાવતાં ગુરુને તથાકાર ભાષામાં કહેવું કે આપશ્રી ફરમાવે છે તે તેમજ છે તથાકાર–તથતિ–તહત્તિને અર્થ એક જ છે.
(૪) આવશ્યકી સમાચારીઃ-ગમે તે કારણે ઉપાશ્રયથી બહાર જવું હોય ત્યારે આવશ્યકી (આવસ્સહિ) ત્રણ વાર બેલવી અને ત્યારપછી ઉપાશ્રય છોડે.
(૫) નૈધિકી સમાચાર -ગોચરી આદિનું બહારનું કામ પતાવીને પાછા ઉપાશ્રયમાં આવીએ ત્યારે નૈધિકી (નિસ્ટ્રિહિ) ત્રણવાર બેલવી પછી ઉપાશ્રયમાં પ્રવેશ કરે.
(૬) આપૃચ્છના સમાચારી:-“આ કામ હું કરૂં”