________________
૧૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈચ્છાકારથી કરવામાં આવે છે. સાધકને જ્યારે પાપભીરતાની પ્રાપ્તિ થાય છે ત્યારે તે સાધક પિતાના કરેલા, કરાવેલા કે અનુદેલા પાપના વિમોચન માટે કોઈની પણ બળજબરી વિના પોતે જ તૈયાર થાય છે અને ગુરુને કહે છે કે હે પ્રભો ! હું આપશ્રીને વંદન કરવા ઈચ્છું છું, હું પ્રતિક્રમણ કરવાની ઈચ્છશવાળ છુ. આપશ્રી મને આજ્ઞા આપ (સંદિસહ) અને હું મારા પાપનું પ્રતિક્રમણ કરૂં અને ભવભવાંતરમાં પણ મને જૈન શાસનની પ્રાપ્તિ થાય, મારૂં સમ્યક્ત્વ શુદ્ધ બને, તે માટે અરિહંત પરમાત્માઓને હં વન્દન કરવા ઈચ્છું છું; માટે આપશ્રી આજ્ઞા આપે અને હું દેવવન્દનાદિક પવિત્ર અનુષ્ઠાન કરનારે બનું. સંસારના પ્રત્યેક માનવને સ્વનું કે પરનું કાર્ય ચક્કસ કરવાનું જ હોય છે. પછી ચાહે ફરજીયાત કરો કે મરજીયાત કરે. આપણે અનુભવીએ છીએ કે ફરજીયાત કાર્યો કરવામાં પણ કોઈકવાર દ્રવ્ય, ઈજજત કે માનમરતબાદિની પ્રાપ્તિ થાય છે. તે મરજીયાત કાર્યો કરવામાં આ ભવને અને પરભવનો પણ લાભ કેમ ન થાય? પિતાના પુત્રાદિના ભરણપોષણ માટે જ્યારે માનવ મરજીયાત પરસે ઉતારે છે તે કરાયેલા પાપોનું નિકંદન કાઢવા માટે શા માટે પરસે ન ઉતારે? સારાંશ કે ધાર્મિક કાર્યોને પણ મરજીયાત કરવા જેથી તે અનુષ્કાને આપણને ફાયદાકારક બનશે, આત્માની શુદ્ધિ થશે. ગુરુઓને આશીર્વાદ મળશે અને પરમાત્મા શ્રી અરિહંતદેવની, તથા તેમના શાસનની ભભવમાં પ્રાપ્તિ થશે, જે ઉત્તમમાં ઉત્તમ લાભ છે. અન્યથા તે અનુષ્કાને ફરજીયાત કરવા ગયા તે પ્રતિકમણમાં ઉંઘ આવશે, માળા હાથમાંથી પડી જશે, ભણવામાં બગાસા આવશે, સ્વાધ્યાયને પ્રેમ મટી જશે અને પરિણામે ગુરુઓના આશીર્વાદથી હજારો માઈલ દૂર રહેવાનું ભાગ્યમાં લખાશે.