________________
શતક ૨૫મું 1 ઉદ્દેશક-૭
૧૪૫ (૬) અપરિસાત્રી -પિતાના શિષ્યના કે એક શિષ્યના અપરાધને ગુપ્ત રાખવાની તાકાતવાળો હોય, અર્થાત એક બીજાના અતિચારે, ભૂલે-અપરાધને બીજા સામે પ્રકટ કરનાર ન હોય, કેમકે પેટના ગંભીર હોય, સાગર જેવા ગંભીર હોય તે ગુરુ કહેવાય છે. | (૭) નિર્યાપકઃ-પ્રાયશ્ચિત લેવામાં અને પૂર્ણ કરવામાં અશક્ત શિષ્યને તેની શક્તિ પ્રમાણે જ પ્રાયશ્ચિત આપે.
(૮) અપાયદશ :-શિષ્યોને પરમ હિતબુદ્ધિથી સંયમના દૂષણે બતાવવા, નરકાદિને ભય બતાવે, જેથી તેઓ પ્રાયશ્ચિત લેવા તૈયાર થાય.
ઉપર પ્રમાણે પ્રાયશ્ચિત આપનાર ગુરુના આઠ ગુણે બતાવ્યા છે. સાધુ સમાચારી કેટલા પ્રકારે કહી છે ?
હે પ્રભે! સમાચારીના કેટલા ભેદો છે? જવાબમાં ભગવતે દસ ભેદ કહ્યાં છે તે આ પ્રમાણે –
(૧) ઈચ્છાકાર સમાચાર –પોતાનું કાર્ય હોય કે બીજા મુનિનું કાર્ય અને તે પિતાને કરવાનું હોય ત્યારે ભાષા પ્રાગમાં “ઈચ્છાકાર” શબ્દને પ્રવેગ કરે, જેને સરળાર્થ, બળાત્કાર, બળજબરી કે દબાણ નથી પણ નમ્રતાને ભાવ છે, જેમકે કૃપા કરી આપશ્રી મારૂં આટલું કાર્ય કરી આપે. અથવા આપશ્રીનું આ પડિલેહનાદિ કાર્ય કરવાની મને આજ્ઞા આપે. આ પ્રમાણે વૈયાવચ્ચની ભાવના રાખી નમ્રતાપૂર્વક ભાષા પ્રયોગ કરે તે ઈચ્છાકાર કહેવાય છે. જૈન શાસનની પ્રતિક્રમણદિક પાપમેચક અને દેવવંદનાદિક પ્રસાદપ્રાપક ક્રિયાઓને પ્રારંભ