________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
( ૧૪૩ (૧૦) અપશ્ચાદનુતાપી –એટલે ગુરુમહારાજે ગમે તેટલે પ્રાયશ્ચિત કે દંડ આપે હોય તેમાં રતિમાત્ર પણ પશ્ચાતાપ ન કરે તે જ ખરે સાધક છે.
આલેચના આપનાર ગુરુ કેવા હોવા જોઈએ?
આલેચના (પ્રાયશ્ચિત) લેનાર શિષ્ય કેવું હોવું જોઈએ? તે વાત કહ્યાં પછી સૂત્રકાર સુધમાં સ્વામીજી પોતે જ આલેચના આપનાર ગુરુ કેવા હોવા જોઈએ? તેનું વિવેચન કરતાં કહે છે કે બધાય શિષ્ય, શિષ્યાઓ, શ્રાવકે અને શ્રાવિકાઓને આલેચના આપનાર ગુરુમાં આઠ ગુણ હોવા સર્વથા અનિવાર્ય છે, તે આ પ્રમાણે –
(૧) આચારવાન :-પ્રાયશ્ચિત આપનાર ગુરુ પિતે પાંચ આચારેને બરાબર પાળનારા હેવા જોઈએ કેમકે ગુરુ શબ્દમાં રહેલે “ગુ’ને અર્થ અંધકાર થાય છે અને “રુ” શબ્દનો અર્થ અંધકારમાંથી બહાર કાઢનાર થાય છે. गू शब्दस्त्वंधकारः स्यात्, रु शब्दस्तनिवारक: अक्षरद्वय संयोगेन गुरुरभिधीयते.
એટલે કે શિષ્યને અંધકારમાંથી બહાર લાવે તે ગુરુ છે. શિષ્ય ગમે તે હોય તે પણ ગુરુને માટે તે પુત્ર તુલ્ય છે, તે ભૂલેને પાત્ર છે, છગ્રસ્થ છે, દોષમય છે, કર્મોથી ભારી છે, માટે તેવા શિષ્યોને આત્મકલ્યાણુભિમુખી કરવા તે ગુરુદેવેની પરમ ફરજ છે.
બગડેલા શાક કે દાળને સુધારવા માટે અથવા તેને વધારે સ્વાદિષ્ટ બનાવવાને માટે કેરી-લીંબુ કે મરીને આચાર(અથાણુ)જ કામ આવે છે, તે પ્રમાણે અનાદિકાળથી બગડેલા આત્માને