________________
१४२
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અત્યારે તમે સંજવલન કષાના માલિક હશે તે પણ ઈન્દ્રિયાધીન રહ્યાં તે ગમે ત્યારે પણ તે સંજ્વલન કષાયે અનંતાનુબંધીમાં પરિવર્તિત થશે તેની ખબર પણ રહેશે નહીં. માટે મહાન પુણ્યદયે અને આત્માની અદમ્ય પુરૂષાર્થ શક્તિવડે જ્યારે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયેને દબાવી દીધા છે અને સંજ્વલન કષાયે શેષ રહ્યાં છે તે શેષ રહેલા કષાયને પણ પાતળા કરવા માટે ઈન્દ્રિયદમન સિવાય બીજો એકેય મંત્ર, તંત્ર કામે આવી શકશે નહીં. આવી સ્થિતિમાં તે સાધક ભાગ્યશાળી છે જેમને ઇન્દ્રિયેના દમનને જ સંયમશુદ્ધિનું કારણ માન્યું હશે.
(૯) અમાયાવી :-કષામાં પણ “માયા કષાય ને નાગણની ઉપમા દેવામાં આવી છે. ક્રોધ-લેબ અને ગર્વ નર હેવાથી કદાચ સુસાધ્ય બને પણ વકરેલી, ભડકેલી, ભડકાવેલી માયાને વશ કરવી તે ભલભલા ગિઓ અને તપસ્વિને માટે પણ કઠિન છે, તેમાં પણ મૃષાવાદનું મિશ્રણ કરી દેવામાં આવે તે માયા મૃષાવાદ ભયંકરમાં ભયંકર પાપસ્થાનક બનશે જેને વશ કરવામાં કાચી માટીને બનેલે માનવ નિષ્ફળ નિવડ્યો છે.
મોક્ષમાર્ગ મેળવવાને માટેનું આદિ કારણ “અમાયાવિવં” હોવાથી સૌ કેઈ તેની આરાધના કરે તે “શ્રેયસ છે. બાકી બધું પ્રેયસ છે જેની આરાધના અનંત ભમાં કરી છે. પરંતુ શ્રેયસની આરાધનામાં આ જીવ અત્યાર સુધી કાયર જ રહ્યો છે માટે જીવનને અમાયાવી બનાવવું હિતાવહ છે અને આ સાધક જ ખરે આલેચક બનીને સેવાયેલાં પાપનું પ્રાયશ્ચિત કરે છે, વર્તમાનકાળને સંવરે છે અને ભવિષ્યને માટે જાગૃત રહે છે.