________________
શતક ૨૫મું ઉદ્દેશક-૭
૧૪૧ સંસારને વિજેતા તેની હયાતી સુધી જ મરણીય રહેશે જ્યારે આત્મવિજેતાઓ મર્યા પછી પણ સ્મરણીય, વન્દનીય અને પૂજનીય રહ્યાં છે.
સામેવાળા ઉપર ક્રોધ કરવાની ભૂમિકા તૈયાર છે છતાં ક્રોધ ન કરે, અભિમાન આવે તેવા પૌગલિક સાધનેની વચ્ચે રહેવા છતાં માન, અભિમાન (ગર્વ-ઘમંડ) ન કરવું, લાખો માનની આંખમાં ધૂળ નાખવાની શક્તિ છે છતાં માયા પ્રપંચ ન સેવવા અને લાભાંતરાય કર્મને પશમ છે તે પણ લેભ અને પરિગ્રહ સંજ્ઞાને ભડકવા ન દેવી તે બચ્ચાઓને ખેલ નથી. વારંવાર તમને કોઈ આવતું હોય, અહંકારની માત્રા વધતી હોય, માયાવશ બનવાના સંગે મળતા માયાધીન થવાતું હોય અને લેભ રાક્ષસના મુખમાં ફસાઈ ગયા છે તે સમજી લેજે કે આત્મસંયમથી તમે હજારો માઈલ દૂર છે અને અનંત સંસાર તરફ પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે. સંસારને ટૂંકે કરવામાં ઘણું ઘણા સદનુણાને શાસ્ત્રોમાં સંગ્રહાયેલા છે પરંતુ સર્વશ્રેષ્ઠ સાધન તે ઇન્દ્રિયનું દમન જ કહેવાયું છે, ગવાયું છે અને અધ્યાત્મગીઓએ માન્ય રાખ્યું છે. માટે આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનું, મેળવેલાને પચાવવાનું તથા મૈત્રીભાવ અને પ્રમેદભાવને વિકસાવવાનું મૌલિક કારણ ઇન્દ્રિયદમન જ છે.
શરીરરૂપી રથની સાથે ઘડાઓની ઉપમાને ધારણ કરતી પાંચે ઈન્દ્રિયે લાગેલી છે. તેમના મોઢામાં જો તમે સમ્માનની લગામ ન નાખી શક્યા તે તે ઈન્દ્રિયે ગમે ત્યારે પણ તેફાન કરીને તમને, તમારી બુદ્ધિને, જ્ઞાનને, મનને અને શરીરને પણ ઉધે રસ્તે લઈ જશે તેની ખબર તમને પડશે કે કેમ? તે પરમાત્મા જાણે.