________________
૧૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શાસને જીવની ઉત્પતિનું સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન સંસારને આપ્યું છે, માટે કેઈપણ જીવની હત્યા ન થવા પામે તે જ ચારિત્ર છે, જેના બે પ્રકાર છે.
(૧) સર્વવિરતિ ચારિત્ર, (૨) દેશવિરતિ ચારિત્ર. જેનું સંક્ષેપ અને વિસ્તારથી વર્ણન ૧-૨-૩ ભાગમાં કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પ્રશ્નમાં સર્વવિરતિ ચારિત્રની વાત હોવાથી તે મેક્ષેચ્છુ મુનિ થયેલા અપરાધને, અતિચારેને, ભૂલેને પિતાના ગુરુ પાસે શા માટે છુપાવશે ? આલેચના કરવામાં અને પ્રાયશ્ચિત લેવામાં શિથિલ પણ શી રીતે બનશે? સારાંશ કે શરમ કે સંકોચ રાખ્યા વિના તે પુણ્યશાલી મુનિરાજે પ્રાયશ્ચિત લેવાવાળા હોય છે.
નેધ :–રાજા મહારાજા યાવતું ભરત, સગર, સનતકુમાર જેવા ચક્રવતીએ સમગજ્ઞાનપૂર્વક છ ખંડનું રાજપાટ, તથા ૬૪ હજાર સ્ત્રીઓની માયાને લાત મારીને પણ ચારિત્ર ગ્રહણ કરે છે. શાલીભદ્ર જેવા, અતૂટ લક્ષમી વૈભવને તથા ૩૨ પદ્મિની સ્ત્રીઓને ઠોકર મારી ચારિત્ર લે છે અને પિતાનું કલ્યાણ સાધે છે. વિજયશેઠ અને વિજયાશેઠાણી જે શ્રીમંત પુત્ર હતાં, શારીરિક શક્તિસંપન્ન હતાં, ઘરમાં મેવા, મિષ્ટાન્ન ખાનારા હતાં છતાં આજીવન એટલે પરણ્યા પછીની પહેલી રાતથી જ અખંડ નૈષ્ટિક અને સર્વથા અદ્વિતીય બ્રહ્મચર્યધર્મ (ચારિત્રધર્મ)ને પાળવા માટે સમર્થ બની શક્યા છે.
રાજીમતી-ચંદનબાળા જેવી રાજકુમારિકાઓ કામદેવના સંપૂર્ણ નશાને ઉતારીને દીક્ષિત થઈ છે. સારાંશ કે જ્ઞાનમાત્રાપૂર્વક વૈરાગ્યમય બનીને દીક્ષા સ્વીકારનારા રંકથી રાજા સુધીના અસંખ્ય કથાનકે શાસ્ત્રમાં સંગ્રહાયેલા છે.