________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૩૯ (૭) ક્ષમાધર્મસમ્પન્ન ક્ષમાપ્રધાન મુનિઓ જ પાપના આલેચક હોવાથી આત્મકલ્યાણના માલિક બને છે. ક્રોધ કષાય આત્માને કટ્ટર વૈરી છે અને ક્ષમા એ મુનિરાજને પરમધર્મ છે. જ્યારે દર્શન–જ્ઞાન અને ચારિત્રની આરાધના જીવનના રોમેરોમમાં થાય છે, ત્યારે અનાદિકાળના કષાને વેગ ધીમે પડે છે, બહુ જ ધીમે પડે છે, અથવા ક્ષય પામવા જેવી સ્થિતિમાં મુકાઈ જાય છે ત્યારે મુનિ ક્ષમામય બને છે. વીરા મૂTTE” એટલે કે આત્માથી વીર બનેલા ભાગ્યશાલીનું ભૂષણ ક્ષમા છે, ત્યારે જ તે પાપ શિરેમણિ પાલક મંત્રી દ્વારા ઘાણીમાં પલાતા મુનિઓ, સમિલ દ્વિજે તત્કાળ લેચ કરેલા માથા પર માટીની બાંધેલી પાળમાં ભરેલા ખેરના લાકડાના અંગારાથી ગજસુકુમાલ મુનિ, સેના વડે માથા પર પાણીમાં ભીંજાયેલી ચામડાની દેરડી વડે ઘેરાતિઘોર પરિષહ સહન કરનારા મેતારજ મુનિ, સંગમદેવ અને ચંડકૌશિક આદિના જીવલેણ હુમલાને આત્મ સંયમ વડે સહન કરનારા દયાના સાગર મહાવીરસ્વામી, તેવી રીતે સર્વથા એકાન્ત સ્થાનમાં ભેગવિલાસની માંગણી કરનારાની સામે પોતાના નૈષ્ઠિક બ્રહ્મચર્યધર્મથી માનસિક દષ્ટિએ પણ ચલાયમાન ન થનારા રાજમતિ સાધ્વીજી મહારાજ તથા જે રંગમહેલમાં બાર વર્ષ સુધી સ્વૈચ્છિક ભેગવિલાસે ભેગવ્યા હતાં તેવા એકાંત સ્થાનમાં, વિજળીના ચમકારા જેવી કેશા વેશ્યા સર્વથા અનુકુળ હોવા છતાં પણ પોતાના સંયમસ્થાનથી પતિત ન થનારા સ્થૂલિભદ્ર મુનિજી આદિના દષ્ટતે હંમેશાને માટે આદરણીય અને સ્મરણીય છે. આ બધાં કારણોને લઈને, અહિંસાદિ ધર્મની આરાધના કરવાથી ઉત્પન્ન થયેલી વીરતા જ ક્ષમાધર્મની જનેતા છે. આ ક્ષમાધર્મ જેમને પ્રાપ્ત થયું હોય તે કદાપિ વૈરને બદલે વિરથી, ક્રોધને બદલે ક્રોધથી, પ્રપંચને