________________
૧ ૩૫
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
મેહનીય કર્મની મહાભયંકર સાતે પ્રકૃતિએ ઉપશમ, ઉપશમ કે ક્ષય થયા પછી જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. તે પ્રકૃતિઓ આત્માની હાડવેરણ હોવાથી અને જ્યાં સુધી તેનું જોર હોય છે ત્યાં સુધી સાધક ભદ્ર, સરળ, ઉદાર અને પરગજુ પણ બની શકતું નથી. કેમકે -આમાં અનંતાનુબંધી એટલે અનંત ભને બગાડી મારે તેવા કષા અને આત્માની ઓળખાણ યથાર્થરૂપે ન થવા દે તેવું મિથ્યાત્વ મેહનીય અત્યંત તેફાને ચડેલે હોવાથી તેના માલિકના હાથ, પગ, આંખ, કાન, જીભ, મન, બુદ્ધિ અને જ્ઞાન પણ હિંસક, મહા હિંસક, અસત્યવાદ પૂર્ણ, ચૌર્યકમ પ્રધાન, મર્યાદાતીત મૈથુનકમ અને પરિગ્રહ નામના મહાગ્રહથી ગ્રસિત હોય છે, પરિણામે સંખ્યાત, અસ ખ્યાત અને અનંત છે સાથે વેર-ઝેર-કષાય અને સ્વાર્થ સાધનાના વ્યવહારોને વધારતે તે સાધક સંસારને વૈરી બનવા પામે છે.
જ્યારે સમ્યગદર્શનની પ્રાપ્તિ થતાં જ મહાભયંકર ચિકણા કર્મો અને હડહડતું વૈરમય જીવન નાશ પામે છે અને આત્મામાં અભૂતપૂર્વ ને પ્રકાશ પથરાય છે. જેનાથી આત્માનું યથાર્થ સ્વરૂપ તથા જ્ઞાનાવરણીયાદિ કર્મોમાં રહેલી ભયંકરતા નાશ થતાં કે દબાઈ જતાં આત્મામાં રહેલું અનાદિકાળનું અજ્ઞાન અદશ્ય થાય છે ત્યારે સમ્યગુજ્ઞાનને દીપક પ્રગટતાં કાષાયિક અને વૈષયિક જીવન જે મર્યાદાતીત હતું તે મર્યાદિત બને છે, તથા પરપદાર્થોની, પરધર્મોની કે વિભાવ દશાની નાબૂદી થાય છે.
સડક ઉપર ઊભા રહેલા માનવને પ્રત્યેક બિલ્ડીંગ કે ઝાડ ઉંચા-નીચા દેખાય છે, પણ તે જ માનવ બિલ્ડીંગના નવમે, દશમે માળે ચડીને ગામ તરફ નજર કરે છે, ત્યારે આખુંય ગામ અને ઝાડે એક સમાન દેખાવા લાગે છે. તેવી રીતે