________________
૧૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ થતી હોવાથી અસ્પષ્ટરૂપે પણ અભક્ષ્ય, અપેયાદિ દુરા ચારેને હેય સમજે છે અને ભક્ષ્યાદિ પદાર્થોને વિવેક થતાં ઘણા કર્મો તૂટવાની અણી પર આવતાં જીવાત્માને સમ્યગદર્શનની ઉત્પત્તિ થાય છે, જે અરિહંત પરમાત્માના પ્રરૂપેલા જીવઅજીવ-પુણ્યપાપ-આશ્રવ-સંવર-બંધ-નિર્જરા અને મોક્ષની શ્રદ્ધામય છે. પરંતુ ભૂલવું ન જોઈએ કે, “જેમને અષ્ટ પ્રવચન માતા જેટલું પણ સમ્યજ્ઞાન ન હોય તે સમસ્યગુદર્શનના દીપકને બુઝાતા વાર લાગતી નથી તે પછી સમ્યફચારિત્ર કેવી રીતે ટકશે? કેમકે ચારિત્રની માતા જ અષ્ટ પ્રવચન છે. માતાની ગેરહાજરીમાં પ્રથમ તે પુત્રની ઉત્પત્તિ થતી જ નથી.
મરીચિના જીવનમાં સમ્યજ્ઞાનને દીપક જેમ જેમ બુઝાતે ગમે તેમ તેમ ચારિત્રમેહનીય કર્મનું જોર વધતું ગયું અને પતન અવસ્થા ભાગ્યમાં શેષ રહી. આવી સ્થિતિમાં મિથ્યાદર્શન મેહે પણ જોરદાર હુમલે કર્યો અને ભગવાન મહાવીર સ્વામીનાં ત્રીજા ભવને આત્મા મરીચિ સમ્યગદર્શનથી ભ્રષ્ટ થયો. ત્યાર પછી તે ૧૨ ભ સુધી તેને ફરીથી પ્રાપ્ત કરી શકાયું નથી. આ કારણે જ સમ્યગુદર્શન અને ચારિત્રની વચ્ચે જ્ઞાન રહેલું છે જે આત્માની અભૂતપૂર્વ શક્તિ છે. માટે જ્ઞાનસમ્પન્ન મુનિ પિતાના ગુરુ ચરણેમાં મનવચન તથા કાયાનું સમર્પણ કરતે અતિચારેની આલોચના સમ્યક પ્રકારે કરવા સમર્થ બને છે.
| ( ૫ ) દર્શન સંપન્ન-દર્શન એટલે સમ્યગુદર્શનથી પરિશદ્ધ થયેલે સાધક પોતાના એકેય અપરાધને છુપાવ્યા વિના ગુરુને નિવેદન કરશે અને તેમનાથી મેળવેલું પ્રાયશ્ચિત પ્રસન્નચિત્તે પૂર્ણ કરશે.