________________
૧૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કઈ સાંભળી ન જાય તેવી રીતે ગુરુની પાસે શરમથી ધીમું ધીમું બેલે અને પ્રાયશ્ચિત સ્વીકારે છે.
(૭) મોટા શબ્દો:-સૌ સાંભળે તે પ્રમાણે પિતાના અતિચારો કહે અને પ્રાયશ્ચિત સ્વીકાર કરે.
(૮) બહુજન -આદતથી લાચાર બનેલા ળેિ એક જ અતિચારની આલેચના જૂદા જૂદા આચાર્યો પાસે કરે છે.
(૯) અવ્રત:-દંડ દેવા જેટલી લાયકાત ન ધરાવતા હોય તેમની પાસે અતિચારેની આચના કરે.
(૧૦) તત્સવી -જે અતિચારેનું પ્રાયશ્ચિત લેવાનું છે તે શિષ્ય તેવા આચાર્ય પાસે પ્રાયશ્ચિત લેવા જશે, જે પિતાના જેવા જ અતિચારે તે આચાર્ય કરતે હોય.
નોંધ –ઉપર પ્રમાણેની આલેચના લેનારનું મન પ્રાયશ્ચિતમય નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ કારણે જ આલેચનાના દોષે કહેવાયા છે.
ખરી આલોચના કોણ કરી શકે?
હે પ્રભે! ઉપરના સૂત્રમાં આવેચનાના દેશે બતાવ્યા છે તે પછી સાચી આલોચના કરનાર કોણ? તેનામાં ક્યા ગુણ હોવા જોઈએ?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! નીચેના દસ પ્રકારના ભાગ્યશાળી જ સમ્યક્ પ્રકારે આલેચના-પ્રાયશ્ચિત કરવા માટે સમર્થ બને છે. કેમકે -આલેચના આત્યંતર તપ હોવાથી જે પુણ્યશાળી ગુરુકુળવાસી હોય, સ્વાધ્યાય પ્રેમી