________________
૧૨૭
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ સમયે શરીરથી અશક્ત, બીજા સમયે માનસિક બિમારી, ત્રીજા સમયે વ્યાધિ અને ચોથા સમયે ઉપાધિઓના કારણે તે સાધકનું શરીરતંત્ર સર્વથા મડદાલ બને છે અને સંયમની વિરાધના તરફ આગળ ને આગળ વધતું જાય છે. માટે આતુર માણસ સંયમને વિરાધક છે.
(૫) આપપ્રતિસેવા-આપત્તિત્રસ્ત મુનિ પણ સંયમને વિરાધક બને છે, તેના નીચે મુજબ ચાર પ્રકાર છે? (૧) દ્રવ્યાપત્તિ-મુનિને કપે તે પ્રાસુક આહારપાણી ન મળે
ત્યારે તેનું મન ચલચિત્ત થયા વિના રહેતું નથી અને
ચલાયમાન સ્થિતિને સંયમ સાથે દોસ્તી હોતી નથી. (૨) ક્ષેત્રાપત્તિ-વનવગડામાં અટવાઈ જવાના કે રસ્તે ભૂલી
જવાના કારણે ચલચિત્તતા થાય તે ક્ષેત્રાપત્તિ કહેવાય છે. (૩) કાળાપત્તિ-દુષ્કાળાદિના સમયે જે આપત્તિ વેઠવી પડે તે. (૪) ભાવાપત્તિ-આધિ-વ્યાધિ અને ઉપાધિઓને રાફડે
ફાટ્યો હોય તે ભાવાપત્તિ કહેવાય છે.
(૬) સંકીર્ણતા પ્રતિસેવા-સ્વપક્ષ કે પરપક્ષના મુનિએનું કેઈક ટૂંકા સ્થાનમાં જ્યારે ભેગા થવાનું થાય છે ત્યારે અકળામણને લઈ માનસિક જીવન આધ્યાનમય બને છે, જે સંયમ વિરાધના છે.
(૭) આકસ્મિક પ્રતિસેવા -ઈચ્છા નથી છતાં અકસ્માત ક્રિયા થઈ જાય છે. જેમકે અત્યારે ગુરુજી દેખતા નથી માટે શિષ્ય પિતાના પગ લાંબા કર્યા અને પછીથી ગુરુજી જોવામાં આવ્યા તે પણ પિતાના પગને સંકુચિત કરી શકતું નથી તે આકસ્મિક પ્રતિસેવા છે.