________________
૧૨૬
શ્રી ભગવતી સૂત્ર સાર સાંગ્રહ
અને સ્વદશામાંથી વિજાતીય દશામાં લઈ જનારૂ જ્ઞાન તે અજ્ઞાન જ છે. સમ્યજ્ઞાનમાં યદ્ઘિ અનંત શક્તિ છે તેા મિથ્યા જ્ઞાનમાં પણ અનંત શક્તિ રહેલી જ છે. પેાતાના પૂર્વભવના ઉપાર્જિત જ્ઞાનાવરણીય ક્રમના ઉદય જ્યારે તીવ્રરૂપે થાય છે ત્યારે આત્મામાં અજ્ઞાન-વિપરીત જ્ઞાન–મિથ્યા જ્ઞાન અને સ ંશય જ્ઞાનની હાજરી નકારી શકાતી નથી. તેમાં પણ યુવાનીની મદમાતી અવસ્થા, વિષયભાગેાની લાલસા, કષાયેની અનુરાગિતા, શરીરની માયા આદિ મેાહુકના સહવાસ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ જ્ઞાનાવરણીય કમ ની ઉદીરણા થતાં તે કમને ઉદય તીવ્રતમ થઈ જાય છે. ફળસ્વરૂપે ૨૦-૨૦ ગાથાઓને ગેાખવાની તાકાત ધરાવનારા પણ એકેય ગાથા નવી કરી શકતા નથી તથા ક્ષયાપશમના કારણે ગેાખેલી ગાથાઓને પણ દિવસે દિવસે ભૂલતા જાય છે. તેથી અનાભોગ એટલે અજ્ઞાનવશે પડેલા ઉપયેાગ વિનાના આત્મા સંયમની વિરાધના કરનારા બનવા પામે છે.
(૪) આતુર પ્રતિસેવા :–એટલે કે ગ્લાન-બીમાર તથા અશક્ત અવસ્થાના પરિણામે સંયમની જે વિરાધના થાય તે આતુર પ્રતિસેવા કહેવાય છે. પૂર્વ ભવમાં સયમ વ્રત-નિયમપ્રત્યાખ્યાન ( પચ્ચક્ખાણ ) આદિની કરેલી વિરાધનાના કારણે ઉપાર્જન કરેલું અસાતાવેદનીય કમ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે માનવ ( સાધક ) બીમાર-અશક્ત તથા ગ્લાન બને છે, તેમાં વળી જ્ઞાન સંજ્ઞા મજબુત ન હોય તે મેાહનીય કના તોફાનાને લઈ આહારાદિ સંજ્ઞા મર્યાદાથી બહાર થતાં ખાનપાન રહેણીકરણી આદિના વિવેકદીપક બુઝાઈ જવાના કે ઝાંખેા પડી જવાના કારણે અશાતાવેદનીય કર્મીની ઉદીરણા થતાં જ તે કર્મીને ઉદય પણ તીવ્રતમ બને છે. ફળસ્વરૂપે માણસ કોઇક