________________
૧૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અભિમાન, મૈથુનને જનક છે, કેમકે અભિમાની માનવનેમિથુનના સંસ્કારે ઉદીરિત થવામાં વાર લાગતી નથી અથવા મૈથુનમાં મસ્ત બનેલાને અભિમાની બનવામાં કેટલી વાર? માટે જ મૈથુન કર્મના સંસ્કારો નેસ્તનાબૂદ થઈ શકતા નથી. આ ત્રણે કારણે પિષાયેલું અભિમાન સંયમની વિરાધના કરાવ્યા વિના રહેતું નથી. fq થા રામતરે પ્રતિસેવા કરે સા (વ્યવહાર સૂ. ૪૭)
શરીર સારું હોય, જ્ઞાનબળ સારું હોય, તેમ છતાં પણ આતરિક જીવનની અમુક ખરાબીઓને લઈને અથવા જીવનમાં પિવાયેલી નબળી કડીઓના કારણે વિરાધનાનું કારણ ન હોય તે પણ તેવા સાધકની ગતિ વિરાધના તરફ જ હોય છે.
(૨) પ્રમાદ પ્રતિસેવા-જેનાથી આત્મા પોતાનું કર્તવ્ય ચૂકે તે પ્રમાદ છે, જે આત્માને કટ્ટર વૈરી છે. વ્રતધારી, નિયમધારી, પ્રતિજ્ઞાબદ્ધ અને સત્યનિષ્ઠો પણ પિતાના વ્રત નિયમ–પ્રતિજ્ઞા અને સત્યને છોડે છે. તેમાં પ્રચ્છન્નરૂપે પ્રમાદને જ ચમત્કાર છે, આ કારણે જ દેવાધિદેવ ભગવાન મહાવીર. સ્વામીએ ગૌતમને કહ્યું કે, “હે ગૌતમ ! એક સમય માટે પણ પ્રમાદી બનીશ નહીં.”
શરાબપાન, અફીણ, ગાંજો, ભાંગ ઉપરાંત વધારે પડતું આહાર કરવાથી નશે આવે છે જે પ્રમાદ છે.
પાંચે ઈન્દ્રિયના ૨૩ વિષયની ચર્ચામાં મસ્ત બનેલે આત્મા વિષયી કહેવાય છે. કષાયોને વશ થયેલ આત્મા જ્યારે કિંકર્તવ્યમૂઢ બને છે, ત્યારે સામે ગુરુદેવ ઊભા હોય કે તપસ્વી હોય કે બહુમાનનીય વ્યક્તિ હોય, તેના પર ક્રોધ કર્યા વિના