________________
૧૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રતિસેવનાના પ્રકારે કેટલા કહ્યાં છે?
હે પ્રભ! ગ્રહણ કરેલા સંયમની વિરાધના (પ્રતિસેવા) કેટલા પ્રકારે કહેવામાં આવી છે?
જવાબમાં ભગવંતે તેને દશ ભેદો કહ્યાં છે તે આ પ્રમાણે (૧) દર્પ પ્રતિસેવા. (૨) પ્રમાદ પ્રતિસેવા, (૩) અનાગ પ્રતિસેવા, (૪) આતુર પ્રતિસેવા, (૫) આપ~તિસેવા, (૬) સંકીર્ણતા પ્રતિસેવા, (૭) આકસ્મિક પ્રતિસેવા, (૮) ભય પ્રતિસેવા અને (૯) ક્રોધ પ્રતિસેવા, (૧૦) વિમર્શ પ્રતિસેવા. ઉપર પ્રમાણેની દશ પ્રતિસેવાને જરા વિસ્તારથી જાણી લઈએ.
(૧) દપ પ્રતિસેવા-દર્પ એટલે અભિમાન, ગર્વ, મદ, માન, અહંકાર આદિને કારણે સંયમની વિરાધના થાય છે. આત્મા સાથે અનાદિ કાળથી સંબંધિત દર્પ આત્માને દોષ છે, અને સંયમ ગુણ છે જે બન્ને પરસ્પર હાર્ડવેરી હેવાથી દર્પને ઉપાસક સંયમને આરાધી શકતા નથી અને સંયમના ખપી જીવને અભિમાન કે અહંકાર હેત નથી. કદાચ સંજ્વલ માન ઉદિત થાય તે સમ્યજ્ઞાનથી તેને પરાસ્ત કરી દેવામાં આવે છે. અન્યથા અનાદિ કાળને સહચારી દર્પ જેને શાસ્ત્રકાએ આઠ ફણાને નાગ કહ્યો છે તેને સ્વાધીન કરવામાં ભલભલાઓએ હાર પણ ખાધી છે. દર્પની વ્યાખ્યાઓ મનશ્વિની માનનો પર્વ : ( ઉતરા-૪૨૦)
પ્રશસ્ત મનના સ્વામિઓને માનને ખંડિત કરવાના કારણે