________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૨૧ આ પ્રમાણે પ્રસ્તુત શતકના સાતમા ઉદ્દેશામાં ઉપરના સાત વિષયે માટેની વિશેષ માહિતી આપવામાં આવી છે. - છઠ્ઠા ઉદ્દેશામાં પુલાકાદિ મુનિઓને વર્ણવ્યા પછી અને સાતમા ઉદ્દેશામાં સામાયિકાદિ ભેદે તેમનું વિસ્તૃત વર્ણન કર્યા પછી હવે જાણવાનું રહે છે કે મુનિ વેષને સ્વીકાર્યા પછી તેઓ શું મેક્ષગમન કરી શકશે ?
જવાબમાં મનાઈ ફરમાવવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે મુનિધર્મને આત્મા સાથે સંબંધ હોવાથી જ્યાં સુધી દ્રવ્ય વેષમાં કરાતા અનુષ્ઠાને આત્માની શુદ્ધિના ખ્યાલા વિનાના હોય છે ત્યાં સુધી નવા પાપોના દ્વાર બંધ થતા નથી અને જૂના પાપે ખંખેરાતા નથી. વ્યવહારનયમાં ખૂબ જ મસ્તાન અને કદાગ્રહી રહ્યા અને નિશ્ચયનયની જાણકારી કે આરાધના તરફ આંખ મિંચામણા કે સર્વથા ઉદાસીન રહ્યા. ફળ સ્વરૂપે આત્માની પરિણતિમાં મુદ્દલ ફરક પડ્યો નથી અને
જ્યાં સુધી આત્માના અનાદિકાળના હિંસક સ્વભાવમાં, જૂની આદતમાં, પાપ ચેષ્ટાઓમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ગુણઠ્ઠાણાઓ ભાગ્યમાં રહેતા નથી. આ કારણે જ સંયમસ્થાનો એટલે સંયમધારીના અધ્યવસાયે અસંખ્યાતા કહેલા હોવાથી કોઈક સમયે શુદ્ધ અને શુભ પરિણમે આવતા હોય છે, પણ ટકી શકતા નથી. ટકાળે છતે સ્થિર પણ રહેતા નથી. આ પ્રમાણે આત્મિક સ્થાનથી પતન પામતે મુનિ દ્રવ્યવેષમાં રહેવા છતાં પણ પિતાની જૂની આદતમાં, પાપ ચેષ્ટાઓમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી ગુણઠાણાઓમાં આગળ વધતું નથી, તેવી પરિસ્થિતિમાં કચવેષ શી રીતે કલ્યાણ કરાવનાર બની શકશે? આટલી ભૂમિકા બાંધ્યા પછી હવે આપણે મૂળ સૂત્રાનુસાર તથા ટીકાનુસારે પ્રતિસેવના અર્થાત સંયમની વિરાધના કઈ રીતે થાય છે તે જોઈ લઈએ.