________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૧૯ સંકલિશ્યમાન તથા વિશુદ્ધયમાન એમ બે બે ભેદે ચાર આકર્ષ જાણવા.
યથાખ્યાત સંયત જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ઉપશમ શ્રેણિ બે વાર હોઈ શકે, તે કારણે બે આકર્ષ જાણવા.
(૨૯) કાળદ્વાર : સામાયિક સંયતને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન (નવ વર્ષ ઓછા) પૂર્વ કેટિ સુધીને કાળ સમજ. છેદે પસ્થાપનીય માટે પણ તેમ જ જાણવું.
પરિહાર વિશુદ્ધકને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન એગણત્રીશ (૨૯) વર્ષ ઓછા પૂર્વ કેટિ કાળ હોય છે.
યથા ખ્યાતને સામાયિક સંયતની જેમ જાણવા.
નોંધ:-સામાયિક સંયમ સ્વીકાર્યા પછી તરત જ મરણ પામે તે અપેક્ષાએ જઘન્યથી એક સમયની સ્થિતિ કહી છે અને ઉત્કૃષ્ટ જે નવ વર્ષ ન્યૂન કહ્યાં છે તે ગર્ભમાં આવ્યાના સમયથી ગણવા અને જન્મદિવસથી ગણીએ તે આઠ વર્ષ ઓછા જાણવા.
પરિહાર વિશુદ્ધકને મરણની અપેક્ષાએ એક સમય અને ઉત્કૃષ્ટથી ઓગણત્રીશ વર્ષ ઓછા કહ્યાં છે તે પૂર્વકેટિ આયુષ્ય. વાળા કાંઈક ઓછા નવ વર્ષે દીક્ષા લે છે અને દીક્ષા પર્યાયના વિશ વર્ષ પૂરા થયે દષ્ટિવાદના અધ્યયનની અનુજ્ઞા પ્રાપ્ત થયે, પરિહાર વિશુદ્ધ ચારિત્રને સ્વીકાર કરે છે, તેનું પ્રમાણ ૧૮ મહિનાનું છે અને તે જ પરિણામે આ જીવન પર્યત તેનું પાલન કરે તે અપેક્ષાએ એગણત્રીશ વર્ષ જૂનકેટ વર્ષ સુધીનું પરિહાર વિશુદ્ધક સંયમ જાણ.