________________
૧૦૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રમાણમાં જોઈએ તે થતી નથી, માટે જ સંયત અવસ્થા સમાન હોવા છતાં પણ તેને પાલનમાં ભિન્નતા હોવાના કારણે તેમના ભેદ પડે છે. આ પ્રસ્તુત ઉદેશે કેવળ સંય તેની વિચારણા માટે જ છે. આનાથી પહેલાના ઉદેશામાં જેમ પુલાકાદિ મુનિએની ૩૬ પ્રકારે વિચારણા કરી છે તેમ સામાયિકાદિ પાંચ પ્રકારના સંયમમાં રહેનારા સંયમધારીઓની પણ ૩૬ પ્રકારે વિચારણા કરીશું તે નીચે મુજબ.
(૧) પ્રજ્ઞાપના દ્વારઃ- હે પ્રભો ! સંયમની આરાધના કરનારા સંયતે કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! [૧] સામાયિક સંયત, [૨] છેદો પસ્થાપનીય સંયત, [૩] પરિહાર વિશુદ્ધ સંયત, [૪] સૂક્ષ્મસં૫રાય સંયત, [૫] યથાખ્યાત સંયત રૂપે સંયતે, સંયમધારીઓ, મુનિઓ સમિતિ ગુપ્તિ ધર્મના પાલકના પાંચ ભેદ આરાધના વિશેષના કારણે કહ્યા છે. હવે ક્રમશઃ તેમને અર્થ અને ભેદાનભેદ કહે વાય છે. સૌથી પ્રથમ સંયતેને ભાવાર્થ જાણી લઈએ. સામાયિક સંયત | સામાયિકની આરાધના કરનારા મુનિને સામાયિક સંયત જાણવા, યદ્યપિ અણુવ્રતધારી શ્રાવકનાં બાર વ્રતમાં નવમું વ્રત સામાયિકનું છે. તે અહિ લેવાનું નથી. પરંતુ સર્વવિરતિરૂપ સામાયિક ચારિત્ર જે મુનિઓનું ખાસ આદરણીય અને જાવજજીવનું છે તે લેવાનું છે. આત્માને ધર્મ ક્યો?
ઉતરાધ્યયન સૂત્રમાં “વધુ જણાવો ઘમ” એટલે કે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે, તે આત્માને ધર્મ છે ?