________________
શતક ર૫મું : ઉદ્દેશક-૭
- ૧૦૭ યદ્યપિ સંસારભરના બધાય સમાજે ઉપર ધાર્મિક નિયંત્રણ કરનાર સાધુસંસ્થા વિદ્યમાન હોય છે. પરંતુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ અનુસાર આજે પણ જૈન મુનિઓ દ્રવ્ય અને ભાવથી સંયમિત છે, ત્યાગી છે, નિર્મોહી અને મર્યાદિત છે, ગૃહસ્થની માયાજાળથી સર્વથા પર છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ઉપરાંત બેઈન્દ્રિય, ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોની હત્યાથી મન-વચન અને કાયાપૂર્વક કરણ-કરાવણ તથા અનુ. મેદનથી પણ સર્વથા દૂર છે, ત્યારે પ્રકારના કષાયથી તથા પાંચે ઈન્દ્રિયેના ત્રેવશ વિષયથી વિમુક્ત છે. જે માનસિક અશુભ અધ્યવસાયાત્મક પ્રવૃત્તિથી દંડાય તે મનદંડ, વચનની માયામૃષાવાદાત્મક પ્રવૃત્તિથી દંડાય તે વચનદંડ અને હિંસાત્મક પ્રવૃત્તિથી દંડાય તે શરીરદંડ. આ પ્રમાણેને ત્રણે દંડથી જે સર્વથા વિરક્ત છે તે જૈન મુનિ છે, શ્રમણ છે, સંયત છે. આવા મુનિઓ મનથી પવિત્ર હોવાના કારણે તેમને નદી, તળાવ કે નળ નીચે બેસીને સ્નાન કરવાનું નથી, મેટું કે હાથપગ ધોવાના નથી. ફળફૂલ કે બીજી એકેય વનસ્પતિને સ્પર્શ પણ કરવાનું નથી. સંપૂર્ણ ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કરનારા હેવાથી ચૂલા-ચકા-રઈ કે ભેજના પાણીને પોતાના હાથે કરવાનું કંઈ પણ પ્રયજન નથી. ભિક્ષા માંગતા પણ કેઈને ય ભારભૂત ન બનવું તે જ તેમને મુદ્રાલેખ છે, ચાહે માવડી હોય, બહેન હોય કે ગૃહસ્થાશ્રમની ભૂતપૂર્વની ગૃહિણી (સી) હોય તેને સ્પર્શ પણ જૈન મુનિને ત્યાજ્ય છે, આત્મધ્યાની હોવાથી પંખે તથા પ્રકાશને ઉપગ પણ કરતા નથી.
આવી પરિસ્થિતિમાં પણ ભૂતપૂર્વના અનેક ભવના પ્રારબ્ધ કર્મો તેમના આત્મપ્રદેશમાં રહેલા હોવાથી જ્યારે જ્યારે કર્મોને ઉદય આવતું હોય ત્યારે આત્મશુદ્ધિ જે