________________
૧૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બકુશને પણ સ્નાતકે કરતા સંખ્યાત ગુણ જાણવા. પ્રતિસેવન કુશીલે તેનાથી સંખ્યાત ગુણ. અને કષાય કુશલે તેનાથી પણ સંખ્યાત ગુણ કહ્યાં છે.
આ પ્રમાણે સૌના હૃદયને પવિત્ર કરાવનારૂં, ચારિત્રમાં શુદ્ધિ અપાવનારું અને મંગળ પ્રભાતે મંગળ દેનારું આ પચીસમું શતક અને તેને છઠ્ઠો ઉદ્દેશ પૂર્ણ કર્યો છે.
જે શતક પચીસમાન ઉદ્દેશો ૬ સમાપ્ત .
શતક ૨૫ : ઉદ્દેશ-૭
ઉપકમ :
પચીસમા શતકને પ્રસ્તુત સાતમે ઉદ્દેશ સંયતેને માટે છે, જે “સમ્” ઉપસર્ગપૂર્વક “યમ” ધાતુને ભૂતકૃદંતને “ક્ત પ્રત્યય લગાડવાથી સંયત શબ્દ બન્યો છે, જેનો અર્થ સમ્યગુ. જ્ઞાન દ્વારા જેમણે પાપ વ્યાપારને છોડી દીધા છે, મન તથા ઈન્દ્રિયેના વેગને ઠંડે કર્યો છે, કષાયવૃત્તિ અને પ્રવૃત્તિને કાબૂમાં લીધી છે. સંસારમાર્ગથી નિવૃત્ત થયા છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં લયલીન બનીને અહિંસા-સંયમ અને તપધર્મમય જૈનત્વની સુંદર આરાધના કરે છે તે સંયતમુનિ–સાધુ અને નિર્ચન્થ આદિ શબ્દોથી સંબોધાય છે.