________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પુલાકને જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ જાણવા. બકુશને જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ૨૦૦ થી ૯૦૦ સુધી, નિર્ગસ્થને જ ઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી યદિ બે વાર ઉપશમશ્રેણિ કરે તે બે આકર્ષ, સ્નાતકને એક આકર્ષ જાણ.
(૨૯) કાળદ્વાર -પુલાક જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તમેં ડૂત સુધી રહે છે. કેમકે તે મુનિ અન્તર્મુહૂર્ત પૂર્ણ થયા પહેલા મરતું નથી અને પડતે પણ નથી. બકુશ પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ મુનિ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કાઈક ન્યૂન પૂર્વકેટિ વર્ષ સુધી રહે છે, કેમકે બકુશને ચારિત્રાન્તર તરત જ મૃત્યુ સંભવે છે, માટે એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વ કેટિ વર્ષને આયુષ્યવાળે આઠ વર્ષ પછી ચારિત્ર લે છે, તેથી આઠ વર્ષ ઓછા પૂર્વકેટિ વર્ષ કહેવાયા છે.
નિર્ચન્થ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત. સ્નાતક મુનિ બન્ને રીતે કાંઈક ન્યૂન પૂર્વકેટિ વર્ષ સુધી રહે છે.
(૩૦) અન્તરદ્વાર -પુલાક મુનિને જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર જાણવું. કાળથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી, તથા ક્ષેત્રથી કાંઈક ન્યૂન અપાઈ પુદ્ગલ પરાવર્તનું અંતર જાણવું. યાવત્ નિર્ગસ્થ સુધી.
(૩૧) સમુદ્રઘાત દ્વાર;-પુલાકને વેદના, કષાય અને મારણાન્તિક સમુદ્દઘાને કહ્યાં છે, સંજવલન કષાયને ઉદય હોવાથી કષાય સમુદ્દઘાત હોઈ શકે છે અને મરણ સમુદ્રઘાતથી નિવૃત્ત થયા પછી પુલાકને કષાયકુશીલત્વાદિરૂપ પરિણામ થતાં મૃત્યુ પામે છે. | બકુશ અને પ્રતિસેવના કુશીલને વેદનાથી તૈજસ્ સુધીના પાંચ સમુદ્ઘતે જાણવા.