________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૧૦૩ શિયળ પાળી રહ્યાં છે, અથવા મહિનામાં બે-ત્રણ રાત્રિ છોડી ૨૭-૨૮ રાત્રિના બ્રહ્મચર્ય પાળી રહ્યાં છે. ઘરમાં લાખે રૂપીયા છે પણ મુનિધર્મને અનુકરણરૂપ પિતાના પગમાં ચંપલ-બુટ વગેરે કંઈ પણ પહેરતા નથી ઇત્યાદિ પ્રસંગોમાં
જ્યારે ગૃહસ્થ પણ આટલા બધા વૈરાગી દેખાતા હોય તે મુનિઓના વૈરાગ્ય–ત્યાગ કે તપની વાત શી કરવાની હોય? અને કેવળજ્ઞાની તે સર્વથા નિર્મોહી હેવાથી આહાર કર્યો છતે પણ તેમનું કેવળજ્ઞાન સર્વથા સુરક્ષિત જ રહેવાનું છે ઈત્યતં વિસ્તરણ.
(૨૭) ભવદ્વારઃ-પુલાક મુનિ જઘન્યથી એક ભવમાં પુલાક થઈ કષાયકુશીલતાદિ અન્ય કેઈ સંયતપણને એક કે અનેકવાર તે ભવમાં, બીજા ભવમાં પામીને સિદ્ધ થાય છે, અને ઉત્કૃષ્ટથી દેવાદિભવવડે અન્તરિત ત્રણ ભવ સુધી પુલાકત્વને પામે છે. | બકુશ-પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલને જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ થાય છે. નિર્ચન્ય મુનિને પુલાકવત્ જાણવા. ખાસ સમજવાનું કે એક ભવમાં બકુશત્વ પામીને ભવિષ્યમાં બકુશપણું પામ્યા વિના સિદ્ધ થાય છે. તે કારણથી બકુશને જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ કહ્યાં છે. કેમકે ઉત્કૃષ્ટપણે આઠ ભવ સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં કેઈક આઠ ભ બકુશપણાવડે અને તેમાં છેલ્લે ભવ સકષાયાદિ બકુશવથી પૂરે કરે છે, જ્યારે બીજે મુનિ પ્રતિસેવના કુશીલત્વાદિ યુક્ત બકુશપણથી પૂર્ણ કરે છે.
સ્નાતકને એક ભવ ગ્રહણ થાય છે.
(૨૮) આકર્ષદ્વાર –આકર્ષને અર્થ ચારિત્રના પરિણામ સમજવા,