________________
૧૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જનારાના આહારમાં આજે પણ આકાશ પાતાળ એટલે તફાવત છે. તે પછી કેવળજ્ઞાનીને આહાર સંજ્ઞા સર્વથા નાબુદ થઈ જવાના કારણે આહાર લેવામાં તેમને મેહકર્મના ઉદયની કે ઉદીર્ણ કરવાની કલ્પના પણ સર્વથા હાસ્યાસ્પદ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે કે સંપ્રદાયના વૈરના કારણે છે. છદ્મસ્થાવસ્થામાં પણ મહાવીરસ્વામીએ નિજલ ઉપવાસ છ મહિના સુધીના
ક્યાં નથી કર્યા? તે પછી કેવળજ્ઞાન થયા પછી આહાર પ્રતિદિવસ કેમ નહીં કરતા હોય? આ શંકા પણ નિરર્થક છે, કેમકે આહારની અભિલાષા મેહકમને આધીન છે જ નહી પણ વેદનીય કર્મને આધીન છે, અને તે કર્મ કેવળજ્ઞાનીને પણ છે જ. જે આપણને સૌને માન્ય છે. પ્રત્યેક પ્રવૃત્તિ મેહજન્ય જ હોય છે, એવું માની લેવાની ભૂલમાં અજ્ઞાનતા સ્પષ્ટ દેખાઈ રહી છે, કેમકે આજે પણ ઘણું પુણ્યશાલીઓની પ્રવૃત્તિ વૈરાગ્યમય દેખાઈ રહી છે અને સફળતા કે નિષ્ફળતામાં ઉદાસીન છે.
વેતાંબર મુનિના વસ્ત્ર પરિધાનમાં મોહ કે તજજન્ય મૂચ્છના કલ્પના કરવી તે પણ સમુચિત નથી. કેમકે દિગંબરમુનિ નગ્ન રહેવા છતાં પણ પિતાને સંપ્રદાયને કદાગ્રહી હોય કે દિગંબર ધર્મને જ પક્ષપાતી હોય તે આ કદાગ્રહ કે પક્ષપાત શું આત્યંતર પરિગ્રહ નથી? અને નગ્નવાસી હોવા છતાં આત્યંતર પરિગ્રહને માલિક શું કેવળજ્ઞાન મેળવી શકશે?
અરિહંતેના શાસન રંગમાં રંગાયેલા ભાગ્યશાળી ગૃહસ્થ પણ પિતાના ઘરમાં ઘી, તેલ, ગેળ, સાકર આદિ પદાર્થો અખૂટ ભરેલા હોવા છતાં પણ મહિનાઓ ઉપર મહિનાએના આયંબીલ કરી રહ્યાં છે અને આયંબીલમાં ચાર-પાંચ કે સાત દ્રવ્યથી વધારે લેવાવાળા પણ નથી. પત્ની, મેવા, મિષ્ટાન્ન ઉપરાંત પિતાનું શરીર સશક્ત હોવા છતાં અખંડ