________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૧૦૧ કેવળીને સમુદ્દઘાતના ત્રીજા, ચેથા અને પાંચમા સમયમાં તથા અગિ અવસ્થામાં અનાહારકત્વ હોય છે. શેષ સમયમાં કેવળીઓ પણ આહારક છે; કેમકે તે જ્ઞાન થયા પછી પણ શેષ રહેલા ચાર અઘાતી કર્મમાં વેદનીય કર્મ પણ શેષ રહેલું છે. માન્યું કે તે તાકાત વિનાને છે તે પણ કર્મ તે કર્મ છે માટે તે કર્મના ઉદયે કેવળીઓને પણ આહાર લેવે અનિવાર્ય છે. આહાર કેવળજ્ઞાનને બાધક હોઈ શકે નહિ કેમકે આપણે સૌ પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે આહાર લીધા પછી જ ભણવાને, આવૃત્તિ કરવાને બોલવાને, લખવાને, વિચારવાને કે કેઈપણ પ્રવૃત્તિ કરવાને ઉત્સાહ વધે છે પણ ઘટતો નથી. ઉલટું આહારના અભાવમાં શરીર અને તેનું આખુય તંત્ર શિથિલ, મડદાલ અને નિષ્ક્રિય પણ બને છે. માન્યું કે કેવળજ્ઞાનીને શરીર અને ઇંદ્રિયે અકિંચિકર છે તે પણ જ્યાં સુધી તે શરીરધારી છે ત્યાં સુધી શરીરનું કામ શરીર જ કરશે, જે અઘાતી કર્મને આધીન છે. કેવળજ્ઞાનને પણ તે કર્મો જ્યારે વિધમાન હોય તે વેદનીય કર્મને શાંત કરવા માટે આહાર ગ્રહણ કરે તે કોઈપણ જાતને બાધ દેખાતે નથી. કેવળજ્ઞાનીઓનું શરીર કેવળજ્ઞાનના આધારે ટ યું નથી. પણ તેમાં રહેલા લેહીના આધારે કર્યું છે અને લેડી આહારના આધારે છે. ત્યારે જ તે મહાવીર સ્વામીને પહેલા નંબરના શિષ્યાભાસ શાળાની તેજેલેશ્યાના કારણે ઉષ્ણતા વધી છે અને છ છ મહિના સુધી ઝાડામાં લેહી પડવાના કારણે શરીર સાવ છેવાઈ જતાં રેવતી શ્રાવિકાએ વહોરાવેલા બીજોરાપાકના આહારથી શરીર પાછું તેજસ્વી બની ગયું હતું, માટે જ કહેવાયું છે કે આહારને અને કેવળજ્ઞાનને બારમે ચંદ્રમા નથી. આ વાત સાચી છે કે તેમને આહાર કેવળ નામ માત્રને છે કેમકે ઉંચ ગતિએ અને નીચ ગતિએ