________________
૧૦૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જાણવાનું કે ઉપશમ શ્રેણિથી નીચે પટકાય તે કષાય કુશીલતા, મરણ પામે તે દેવત્વ જ્યાં દેશવિરતિ નથી; શ્રેણિથી પડ્યા પછી તત્કાળ દેશવિરતિ ન પામે પણ કષાયકુશીલ બન્યા પછી દેશવિરતિ બને છે.
જ્યારે સ્નાતક સિદ્ધિગતિને પામે છે.
(૨૫) સંજ્ઞાદ્વાર -આહાર, ભય, મિથુન અને પરિ. ગ્રહાદિમાં જેમને આસક્તિ રહેલી હોય તે સોપયુક્ત કહેવાય છે, અને જે અનાસક્ત હોય તે સંપયુક્ત છે. અસાતા. વેદનીયની શાંતિ માટે આહાર લે જરૂરી હોવા છતાં તેમાં રહેલી આસક્તિને માલિક સંપયુક્ત છે, તથા આહાર કર્યો છતે પણ જેને આસક્તિ નથી તે સંપયુક્ત કહેવાશે. પુલાક મુનિ-સ્નાતક મુનિ અને નિગ્રંથ મુનિ સંપયુક્ત છે. માન્યું કે નિન્ય અને સ્નાતક વીતરાગ હોવાથી આહારાદિમાં આસક્તિ વિનાના હોય તે સ્વાભાવિક છે. પરન્તુ પુલાક મુનિ સરાગ હોવાથી આસક્તિ વિનાને શી રીતે હોઈ શકે? શંકાના નિવારણાર્થે કહેવાયું છે કે સરાગ અવસ્થામાં પણ અનાસક્તપણું નકારી શકાતું નથી, માટે પુલાક મુનિ પણ જ્ઞાનપ્રધાન ઉપગવાળા હોવાથી ને સંપયુક્ત છે, આહારાદિ સંજ્ઞામાં ઉપયોગ રહિત એટલે કે આસક્તિ વિનાના જાણવા.
બકુશ-પ્રતિસેવન કુશીલ અને કષાયકુશીલ મુનિઓ આહારાદિમાં આસક્તિવાળા અને અનાસક્તિવાળા પણ હોય છે.
(૨૬) આહારદ્વાર -વિગ્રહ ગતિના કારણે અનાહારકત્વ સમજવાનું છે. આ કારણે પુલાક અને નિર્ગસ્થ મુનિને વિગ્રહ ગતિના કારણને અભાવ હોવાથી તેઓ આહારક એટલે આહાર કરવાવાળા હોય છે, પણ અનાહારક નથી હોતા. જ્યારે સ્નાતક